ભાજપનો ‘રાષ્ટ્રવાદ’ પર ફોકસ, ચૂંટણી પ્રચારની ટેગલાઇન હશે- ‘મોદી છે તો શક્ય છે’
ભાજપ લોકસભા ચૂંટણી 2019ને વિકાસના મુદ્દાની સાથે-સાથે રાષ્ટ્રવાદ પર પણ લડશે. ભાજપના ચૂંટણી પ્રચારની થીમ લાઇનનું કેન્દ્ર આ વખતે રાષ્ટ્રવાદ હશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની તારીખોને લઇને તમામ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. સંભાવનાઓ છે કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત માર્ચના બીજા અઠવાડીયામાં થઇ શકે છે. ત્યારે, આ વચ્ચે સમાચારર આવી રહ્યાં છે કે ભાજપ પણ તેમના ચૂંટણી રાજકારણ તૈયાર કરવામાં લાગ્યું છે. સૂત્રોના અનુસાર, ભાજપ લોકસભા ચૂંટણી 2019ને વિકાસના મુદ્દાની સાથે-સાથે રાષ્ટ્રવાદ પર પણ લડશે. ભાજપના ચૂંટણી પ્રચારની થીમ લાઇનનું કેન્દ્ર આ વખતે રાષ્ટ્રવાદ હશે.
વધુમાં વાંચો: દિગ્વિજયે પુલવામા હુમલાને ગણાવી દૂર્ઘટના, વીકે સિંહએ પુછ્યુ- રાજીવ ગાંધીની હત્યા હતી કે દૂર્ઘટના
પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી રાજકારણમાં ફેરફાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક ભાજપ ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવશે. તેના માટે ભાજપે ગત ચૂંટણીની જેમ આ વખતે પણ ગીતકાર પ્રસૂન જોશીને રાષ્ટ્રવાદ પર ભાજપ માટે નવું ગીત અને પ્રચારની થીમ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણી 2019: SP-BSP ગઠબંધનમાં RLDની આજે ઔપચારિક એન્ટ્રી, પ્રેસ કોન્ફરન્સમાં કરશે જાહેરાત
જાણવા મળી રહ્યું છે કે, ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ અને આચાર સંહિતા લાગુ થયા બાદ પ્રચારની સૌથી મહત્વપૂર્ણ ટેગ લાઇન હશે ‘મોદી છે તો શક્ય છે’. તમને જણાવી દઇએ કે અત્યારે ભાજપ આ ટેગલાઇન સાથે પ્રચાર કરી રહ્યું છે ‘અશક્ય પણ હવે શક્ય છે’.