નવી દિલ્હી : દર વર્ષે 25 જુને દેશની ઇમરજન્સીને યાદ કરવામાં આવે છે. 1975માં આ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ દિવસને બ્લેક ડે એટલે કે કાળો દિવસ સ્વરૂપે મનાવવાની જાહેરાત કરી છે. પાર્ટી સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલનાં દિવસોમાં સમગ્ર દેશમાં કાળો દિવસ મનાવવામાં આવશે. મોટા ભાગનાં કેન્દ્રીય મંત્રીઓ દેશના અલગ અલગ હિસ્સાઓમાં આયોજીત કાળો દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા દિવસ દરમિયાન ભાજપના મંત્રી, નેતા અને કાર્યકર્તા લોકોને ઇમરજન્સી અંગે જણાવશે કે કઇ રીતે ઇમરજન્સી દરમિયાન લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા. લોકશાહીનાં ચારેય સ્તંભ પછી તે કોર્ટ હોય કે મીડિયા તમામનો દમન કરવામાં આવ્યું હતું. ઇમરજન્સીનાં મુદ્દે ભાજપ હંમેશાથી જ કોંગ્રેસને ઘેરતી રહી છે. ઇમરજન્સી ભારતના લોકશાહી ઇતિહાસમાં સૌથી મોટી ઘટના છે. ઇમરજન્સીમાં ચૂંટણી સ્થગીત કરી દેવાઇ હતી અને તમામ નાગરિક અધિકારોને રદ્દ કરી દેવામાં આવ્યા હતા. 

21 મહિના સુધી ઇમરજન્સીની પરિસ્થિતી રહી
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 26, જુન 1975નાં રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફરુખદ્દીન અલી અહેમદ સાથે રાષ્ટ્રીય ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી. આ ઇમરજન્સી 21 માર્ચ, 1977 સુધી ચાલી હતી એટલે કે 21 મહિના સુધી ભારતનાં લોકોએ ઇમરજન્સી સહન કરી હતી. સંવિધાનની કલમ 352 આધિક ઇમરજન્સીની જાહેરાત કરવામા આવી હતી. સ્વતંત્ર ભારતનાં ઇતિહાસમાં આ સૌથી વિવાદાસ્પદ અને બિનલોકશાહીક સમય હતો. 

ઇમરજન્સીમાં ચુંટણી સ્થગિત થઇ ગઇ તથા નાગરિક અધિકારોને સમાપ્ત કરવામાં મનફાવે તેવું વર્તન કરવામાં આવ્યું. ઇન્દિરા ગાંધીના રાજનીતિક વિરોધીઓને કેદ કરી લેવામાં આવ્યા અને પ્રેસ પર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા. ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીના નેતૃત્વમાં મોટા પ્રમાણમાં નસબંધી અભિયાન ચલાવવામાં આવ્યું. 

જયપ્રકાશ નારાયણે તેને ભારતીય ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળના બદલે વડાપ્રધાન સચિવાલયની અંદર પણ કેન્દ્ર સરકારની શક્તિઓને કેન્દ્રીત કરવામાં આવી હતી. ઇમરજન્સી લાગુ થતાની સાથે જ આંતરિક સુરક્ષા કાયદા (મીસા) હેઠળ રાજનીતિક વિરોધીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં જયપ્રકાશ નારાણ, જ્યોર્જ ફર્નાન્ડિસ અને અટલ બિહારી વાજયેપીનો પણ સમાવેશ થાય છે.