નવી દિલ્હી : SC/ST એક્ટને કડક બનાવવા સહિત ઘણી માંગણીઓ મુદ્દે દદિલ સંગઠન જ નહી ભાજપના પોતાના સહયોગીઓ પણ સરકાર પર દબાણ બનાવી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીને જોતા ભાજપ ફૂંકી-ફૂંકીને પગલા મુકે છે. પાર્ટીના લોકો તેને રણનીતિ ગણાવી રહ્યા છે. જો કે ચુપકીદી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 એપ્રીલે મોટા વિરોધ પ્રદર્શનો બાદ ઓલ ઇન્ડિયા આંબેડકર મહાસભા (AIAM)ના બેનર હેઠળ દલિત કાર્યકર્તાઓ 9 ઓગષ્ટે એકવાર ફરીથી ભારત બંધની તૈયારી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેમની માંગણીઓ પર જવાબ દેવાની તૈયારી કરી રહ્યા છે અને આયોજકો સાથે વાતચીતના વિકલ્પ પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NDAમાં રહેલા એલજેપીનાં નેતા રામ વિલાસ પાસવાન સહિત અન્ય દલિત સાંસદ સકારાત્મક  જવાબ માંગી રહ્યા છે. આ સાંસદ એનજીટીના અધ્યક્ષ એકે ગોયલને હટાવવાની  માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગોયલ સુપ્રીમ કોર્ટનાં બે જજોમાં સમાવિષ્ટ હતા જેમણે અનુસૂચિત જાતી અને જનજાતી ઉત્પીડન અટક અધિનિયમ અંગે આદેશ આપ્યો હતો. બીજી તરફ ભાજપના બીજા  નેતાઓ સાવધાની વરતવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે અતિ-ઉત્સાહમાં પાર્ટીને પોતાની મુખ્ય વોટ બેંકમાંથી હાથ ધોવાનો પડી શકે છે. 

એનજીટી ચીફ અંગે ચુપકીદી ભાજપની રણનીતિ
ભાજપ સુત્રોના અનુસાર પાર્ટીની એનજીટીના ચેરમેન જસ્ટિસ એકે ગોયલને હટાવવાની માંગ અંગે ચુપ્પી સાધવી એક રણનીતિ છે, કારણ કે સ્પષ્ટ રીતે તેનું સમર્થન અને વિરોધ કરવો ખતરાને બોલાવવાનો હશે. જસ્ટિસ ગોયલને સેવાનિવૃતી બાદ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.

પારંપરિક વોટ જતા ન રહે
પાર્ટીના ઘણા સાંસદોનું કહેવું છે કે ઉચ્ચ જાતિ અને અન્ય પછાત વર્ગના તેમના પારંપારિક મતદાતાઓનાં પ્રમોશનમાં દલિતોને કોટા અંગે વિરોધ છતા અત્યાર સુધી પાર્ટીનો સાથ આપ્યો છે. તેઓ આરોપ લગાવે છેકે દલિતો તથા જનજાતિઓના અત્યાચારની વિરુદ્ધ કાયદાનો ખોટો ઉપયોગ થાય છે. યૂપીના એખ સાંસદે કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે પાર્ટી દલિતોનાં હિતો અંગે નિષ્પક્ષતાથી જવાબ આપે લેકીન તેનો અર્થ એવો નથી કે દલિતોની તમામ માંગ સ્વિકારવામાં આવે કારણ કે ભાજપને હિંદુઓના મોટાભાગના વર્ગોપાસેથી સમર્થન મળ્યું છે અને તેમની ચિંતાઓ અંગે ધ્યાન આપવું પણ તેટલું જ જરૂરી છે.