PM મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી, ખોટો નીકળ્યો પૂજારીનો દાવો
રાજસ્થાનના ભીલવાડામાં 28 જાન્યુઆરી 2023ના રોજ ભગવાન શ્રી દેવનારાયણજીના 1111માં અવતરણ મહોત્સવના ઉપલક્ષ્યમાં જે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો.
રાજસ્થાનના ભીલવાડામાં 28 જાન્યુઆરી 2023ના રોજ ભગવાન શ્રી દેવનારાયણજીના 1111માં અવતરણ મહોત્સવના ઉપલક્ષ્યમાં જે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મંદિરના દાનપાત્રમાં કોઈ કવર નહીં પરંતુ નોટ નાખ્યા હતા. એવો ભાજપે દાવો કર્યો છે.
વાત જાણે એમ છે કે મંદિરના પૂજારીએ એક વીડિયોમાં એવો દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના દાનપાત્રમાં એક કવર નાખ્યું હતું અને તે જ્યારે 9 મહિના બાદ ખોલવામાં આવ્યું તો તેમાંથી 21 રૂપિયા નીકળ્યા હતા. દાનપાત્રમાંથી અન્ય બે કવર પણ નીકળ્યા હતા. એકમાં 101 રૂપિયા અને બીજામાં 2100 રૂપિયા હતા. જો કે પૂજારીના આ દાવાને ભાજપે ખોટો ગણાવ્યો છે.
ભાજપનું કહેવું છે કે ભગવાન શ્રી દેવનારાયણજીના 1111માં પ્રાગટ્ય દિવસ પર પીએમ મોદી માલાસેરી ડુંગરી દર્શન માટે આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી દ્વારા દાનપાત્રમાં નાખવામાં આવેલા કવરમાં 21 રૂપિયા હોવાની વાત સામે આવી પરંતુ પાર્ટી દ્વારા જે નવો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે પીએમ મોદી દાનપાત્રમાં કવર નહીં પરંતુ નોટ નાખી રહ્યા છે.
નોંધનીય છે કે હાલમાં માલાસેરી ડુંગરીના પૂજારી હેમરાજ પોસવાલે મીડિયાની સામે જ દાનપાત્રમાંથી કવર ખોલની જણાવ્યું હતું કે સફેદ કવર પીએમ મોદીએ દાનપાત્રમાં નાખ્યું હતું. જેમાંથી 21 રૂપિયા નીકળ્યા. મંદિરના પૂજારીનો વીડિયો સામે આવ્યા બાદ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને રાજસ્થાન બીજ નિગમ અધ્યક્ષ ધીરજ ગુર્જરે કહ્યું હતું કે પીએમ મોદીએ ભગવાન શ્રી દેવનારાયણજીના 1111માં પ્રાગટ્ય દિવસ પર દેવધામ ભીલવાડાને કશું આપ્યું નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube