Election Result 2022: આ રાજ્યમાં જીત્યા બાદ પણ ભાજપને ઘણું નુકસાન થયું! પંજાબની હાર કરતા પણ મોટો છે મામલો
બીજેપીને સૌથી મોટું નુકસાન ઉત્તરાખંડમાં થયું છે. 70 વિધાનસભા સીટોવાળા આ રાજ્યમાં 47 બેઠકો જીતીને બીજેપી અહીં પૂર્ણ બહુમતથી સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ તેમની આ જીત એક સૌથી મોટું નુકસાન પણ લઈને આવી છે, તે નુકસાન છે વોટ શેરનું...
નવી દિલ્હી: પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામ સામે આવી ચૂક્યા છે. જેમાં 4 રાજ્યોમાં બીજેપીએ જીત મેળવી અને માત્ર પંજાબમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ખેર, ભાજપની આ જીત એટલી મોટી છે કે પંજાબમાં ગત ચૂંટણીની સરખામણીમાં વધુ એક બેઠક ગુમાવ્યા બાદ પણ તેને બહુ ફરક પડ્યો નથી. પરંતુ ભાજપે જીતેલા 4 રાજ્યોમાંથી 1 રાજ્ય એવું છે કે જ્યાં જીતીને પણ ભાજપ પોતાનું મોટું નુકસાન કરી બેઠી છે. સ્વાભાવિક છે કે, વિજયની ઉજવણી પૂરી થયા પછી ભાજપે આ મહત્ત્વના મુદ્દા પર ઉંડાણપૂર્વક મૂલ્યાંકન કરવું પડશે.
વોટ શેયરે બગાડી મજા
બીજેપીને સૌથી મોટું નુકસાન ઉત્તરાખંડમાં થયું છે. 70 વિધાનસભા સીટોવાળા આ રાજ્યમાં 47 બેઠકો જીતીને બીજેપી અહીં પૂર્ણ બહુમતથી સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ તેમની આ જીત એક સૌથી મોટું નુકસાન પણ લઈને આવી છે, તે નુકસાન છે વોટ શેરનું... પાંચેય રાજ્યોમાં આ જ એક એવું રાજ્ય છે જ્યાં તેમના વોટર ઘટ્યા છે. ભાજપને અહીં એટલું મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે કે પંજાબમાં ભલે તેમને એક બેઠકનું નુકસાન થયું છે પરંતુ તેમનો વોટ શેર અહીં પણ વધ્યો જ છે. પંજાબમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ 3 બેઠકો જીતી હતી, જ્યારે આ ચૂંટણીમાં આ આંકડો ઘટીને 2 પર પહોંચી ગયો છે.
રાજ્ય પ્રમાણે વોટ શેર
ઉત્તર પ્રદેશ: યૂપીમાં બીજેપીનો વોટ શેર 2017ની ચૂંટણીમાં 39.67 ટકા વોટ શેરથી વધીને આ વર્ષે 41.38 ટકા થઈ ગયો છે. બીજેપી સિવાય અહીં સપાના પણ વોટ વધ્યા છે, જ્યારે બસપા અને કોંગ્રેસ પરથી મતદારોનો ભરોસો પહેલાની તુલનામાં ઘટી ગયો છે.
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં ભાજપનો વોટ શેર 2017ની ચૂંટણીમાં 46.5 ટકાથી ઘટીને 44.3 ટકા થઈ ગયો છે. જ્યારે, કોંગ્રેસનો વોટ શેર આ રાજ્યમાં વધ્યો છે.
ગોવાઃ ગોવાની વાત કરીએ તો અહીં પણ ભાજપને ફાયદામાં રહી છે. અહીં ભાજપને 33.31 ટકા વોટ મળ્યા છે જે 2017માં 32.5 ટકા હતા. બીજી તરફ કોંગ્રેસે મત ગુમાવ્યા છે.
પંજાબઃ પંજાબમાં AAPની એકતરફી જીત બાદ પણ BJP પોતાનો વોટ શેર વધારવામાં સફળ રહી છે. અહીં ભાજપનો વોટ શેર 5.4 ટકાથી વધીને 6.6 ટકા થયો છે.
મણિપુર: મણિપુરમાં 60માંથી 32 બેઠકો જીતીને ભાજપે તેનો વોટ શેર 36.3 ટકાથી વધારીને 37.83 ટકા કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube