નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ પહેલા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદમાં એક સમિતિના માધ્યમથી 100 કરોડ રૂપિયાના ખર્ચ પર સવાલ ઉઠાવ્યા છે તો ભાજપે પલટવાર કરતા પૂછ્યું કે ભારતનું કદ વધી રહ્યું છે તો કોંગ્રેસ ખુશ કેમ નથી? ભાજપે કહ્યું કે, આજે જે પ્રકારના સોદા ભારત અમેરિકા સાથે કરી રહ્યું છે તેવા યૂપીએ સરકાર વિચારી પણ શકતી નહોતી. બીજીતરફ કોંગ્રેસ નેતા શશિ થરૂરે ઝુપડીઓની સામે દીવાલ બનાવવાને લઈને કટાક્ષ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધીએ પૂછ્યું શું છુપાવી રહી છે સરકાર?
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું, 'રાષ્ટ્રપતિના આગમન પર 100 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યાં છે. પરંતુ ઐ પૈસા એક સમિતિના માધ્યમથી ખર્ચ થઈ રહ્યાં છે. સમિતિના સભ્યોને ખ્યાલ નથી કે તે તેના સભ્ય છે. શું દેશને તે જાણવાનો હક નથી કે ક્યાં મંત્રાલયે સમિતિને કેટલા રૂપિયા આપ્યા? સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે.'


નાખુશ કેમ છે કોંગ્રેસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને કોંગ્રેસના સવાલો પર પલટવાર કરતા ભાજપે પૂછ્યું કે ટ્રમ્પના પ્રવાસ વિશ્વના સૌથી મોટા અને જૂના લોકતંત્રની મુલાકાત છે, તેવામાં કોંગ્રેસ ખુશી કેમ અનુભવી શકતી નથી? ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ મીડિયાને કહ્યું, 'વૈશ્વિક સ્તર પર ભારતનું કદ વધવાથી કોંગ્રેસ નાખુશ કેમ છે? પાત્રાએ કહ્યું, 'ભારત અને અમેરિકાના સંબંધોમાં આ મીલનો પથ્થર મનાતી ક્ષણ છે અને મારી કોંગ્રેસને સલાહ છે કે તે ચિંતિત થવાની જગ્યાએ દેશની સિદ્ધિઓ પર ગર્વ કરવાનું શરૂ કરે.' તેણે કહ્યું કે, જેવા કારોબારી સોદા અને રક્ષા સોદા આજે અમેરિકા સાથે જોઈ રહ્યાં છીએ, જેને યૂપીએના સમયમાં વિચારી પણ શકાતા નહતા. પરંતુ કોંગ્રેસ પાર્ટી આજે આત્મ નિરીક્ષણ કરવાની જગ્યાએ સવાલ કરી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...