loksabha election 2024: ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે 2024ની લોકસભા ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. ટિકૈતે કહ્યું છે કે દેશમાં ભાજપ સરકાર બનાવશે પરંતુ ખુરશી પર નવો ચહેરો જોવા મળી શકે છે. તેણે વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથ વિશે ચોંકાવનારી વાતો કહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shanidev: શનિદેવને શાંત કરવાનો અચૂક ઉપાય, ધારણ કરો આ રીંગ, થશે અનેક ફાયદા
Shaniwar ke Upay: શનિવારે ભૂલથી પણ ખરીદવી નહી આ વસ્તુઓ, રિસાઇ શકે છે શનિદેવ


મેરઠ આવેલા રાકેશ ટિકૈતે કહ્યું છે કે ચૂંટણીમાં ભાજપ જ વાપસી કરશે. શરૂઆતમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. પરંતુ વચ્ચે તેઓ પદ છોડીને રાષ્ટ્રપતિ બનશે. ત્યારબાદ તેમની જગ્યાએ અમિત શાહ વડાપ્રધાનની ગાદી પર બેસશે. આ સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ દેશના ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે.


Reduce Belly Fat: આ 5 રીતે કરો લસણનું સેવન, ઉતરી જશે પેટની વધારાની ચરબી
પેટની ચરબીને બરફની માફક ઓગાળી નાખશે આ આયુર્વેદિક પાણી, જાણો બીજા ફાયદા


ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત શુક્રવારે મેરઠમાં સપા ધારાસભ્ય અતુલ પ્રધાનના આમરણાંત ઉપવાસને સમર્થન આપવા આવ્યા હતા, જેમણે ખાનગી હોસ્પિટલ સામે વિરોધ શરૂ કર્યો હતો. તે જ સમયે, જ્યારે તેમને લોકસભા ચૂંટણીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત કહી.


Year Ender 2023: આ છે 2023 ના બેસ્ટ કેમેરા ફોન, કિંમત ફક્ત 30,000 રૂપિયા
Viral Video: લગ્નની પહેલી રાતનો વિડીયો જોઇ લોકોએ કહ્યું- 'NEXT PART ક્યારે આવશે...'


રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર સિંહ ટિકૈત પણ ખેડૂતનેતા જ હતા. આ પરિવાર ઘણા દશકાઓથી ખેડૂતોના હકની લડાઈ લડતા રહ્યા છે. માનવામાં આવે છે કે ખેડૂતોના અધિકારની લડાઈમાં અગ્રેસર રહેનાર ટિકૈત અત્યારસુધીમાં 44 વખત જેલ જઈ આવ્યા છે. મધ્યપ્રદેશના ભૂમિ અધિકરણ કાયદા વિરોધમાં પણ આંદોલન સમયે રાકેશ ટિકૈત 39 દિવસ જેલમાં રહ્યા હતા.


Chanakya Niti: ચાણક્યની આ નીતિઓ 100% અપાવશે સફળતા, પલટાઇ જશે દિવસો
Home Tips: લાઇટ બિલ ભરીને લૂંટાવશો નહી રૂપિયા! અપનાવો આ Tips, અડધું થઈ જશે લાઈટ બિલ


લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે ટિકૈત
રાકેશ ટિકૈતે પહેલીવાર વર્ષ 2007માં મુઝફ્ફરનગરની ખતૌલી વિધાનસભા સીટ પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તેમાં તેમની હાર થઈ હતી. ત્યાર પછી 2014માં અમરોહા સીટથી રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અતીજ સિંહ સામે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડ્યા હતા. જોકે આ ચૂંટણીમાં પણ તેમને જીત મળી ન હતી. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં રાકેશ ટિકૈત દ્વારા ભરવામાં આવેલા શપથપત્ર પ્રમાણે તેમની સંપત્તિની કિંમત 4 કરોડ 25 લાખ 18 હજાર 038 (4,25,18,038 રૂપિયા) હતી. આ સિવાય રાકેશ ટિકૈતે શપથપત્રમાં જણાવ્યા પ્રમાણે, એ સમયે તેમની પાસે રૂ. 10 લાખ રોકડ હતી. આમ રાકેશ ટિકૈત એક ખેડૂત નેતા છે. જેઓએ દિલ્હીની સરકારના નાકે દમ લાવી દીધો હતો.


Kalatmak Yog 2023: 2 દિવસમાં મળશે મોટી ખુશખબરી, ચંદ્રમા-શુક્રની કૃપાથી થશે માલામાલ
આર્થિક તંગીને દૂર કરવા માટે નવા વર્ષે કરો આ આસાન ઉપાય, ધન-સંપત્તિમાં થશે વધારો