પેટની ચરબીને બરફની માફક ઓગાળી નાખશે આ આયુર્વેદિક પાણી, જાણો બીજા ફાયદા

Weight Loss Drink: આજે અનહેલ્ધી ડાયેટ અને વર્કઆઉટના અભાવને કારણે દરેક વ્યક્તિ પેટની ચરબીથી પરેશાન છે. વધતી જતી સ્થૂળતા માત્ર બદસૂરત જ નથી લાગતી પણ વ્યક્તિ માટે ઘણી બીમારીઓનું જોખમ પણ વધારી દે છે.

પેટની ચરબીને બરફની માફક ઓગાળી નાખશે આ આયુર્વેદિક પાણી, જાણો બીજા ફાયદા

How To Make Garlic Water: લસણ એક એવો મસાલો છે જે ગરમ તાસીર ધરાવે છે. આયુર્વેદમાં તેને ઔષધીય વનસ્પતિની જડીબુટીની સંજ્ઞા આપવામાં આવી છે. લસણમાં એવા ગુણ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લસણનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનમાં સ્વાદ માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ માત્ર સ્વાદ જ નથી આપતું પણ તમારા સ્વાસ્થ્યને ઘણા સારા ફાયદા પણ આપે છે. 

આજે અમે તમારા માટે લસણનું પાણી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. લસણના પાણીનું નિયમિત સેવન તમારા શરીરમાં સંગ્રહિત ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તે બેલી ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલેરી હોય છે. તે પાચન તંત્રને દુરસ્ત રાખે છે. તો ચાલો જાણીએ કે લસણનું પાણી કેવી રીતે બનાવવું..

લસણનું પાણી બનાવવા માટે જરૂરી સામગ્રી-
લસણની કળી 2
જીરું 1 ચમચી
કાળું મીઠું સ્વાદ મુજબ
ચાટ મસાલો 1/2 ચમચી
લાલ મરચું પાવડર 1 ચમચી

લસણનું પાણી કેવી રીતે બનાવવું? 
લસણનું પાણી બનાવવા માટે સૌથી પહેલા લસણની કળીઓ લો.
પછી તેને છોલીને કાપીને અલગ રાખો.
આ પછી એક નોન સ્ટિક તવાને ગેસ પર રાખીને ગરમ કરો.
પછી તેમાં 1 ટેબલસ્પૂન જીરું નાખીને બરાબર ફ્રાય કરો.
આ પછી ગ્રાઇન્ડરનાં બરણીમાં લસણ, જીરું, કાળું મીઠું, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર નાખો.
પછી આ બધી વસ્તુઓને સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો.
આ પછી, એક કડાઈમાં લગભગ 500 મિલી પાણી રેડવું.
પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે તમારું હેલ્ધી લસણનું પાણી તૈયાર છે.

(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news