નવી દિલ્લીઃ કાશ્મીરી પંડિતોના દર્દની દાસ્તાન એટલે ધ કશ્મીર ફાઈલ્સ. આ ફિલ્મને લઈને સડકથી લઈને સંસદના ગલિરા સુધી વિવાદ ઉભો થયો છે. સિનેમાનો આ મામલો સોશિયલ મીડિયા પર પણ હંગામો મચાવી રહ્યો છે. કારણકે, આ માત્ર એક ફિલ્મ નથી આ હકિકત અને વાસ્તવિકતાનો ચિતાર છે. કાશ્મીરમાં રહેતાં કશ્મીરી પંડિતો સાથે જે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું, તેમને જે યાતના આપવામાં આવી હતી, જે રીતે તેમની સાથે અત્યાચારો કરવામાં આવ્યાં હતાં તે દર્દને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  The Kashmir Files કેમ ચર્ચામાં છે? PM મોદીએ શું વચન આપેલું? જાણો કોણ હતા કશ્મીરી પંડિતો અને શું હતો તેમનો ઈતિહાસ

ત્યારે હવે આ ફિલ્મને લઈ રાજનીતિ ગરમાઈ છે. ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર રાજનીતિ એ હદે ગરમાઈ છેકે, ભાજપે સોનિયા ગાંધી, રાહુલ અને કમલનાથને ફિલ્મ જોવા માટે પત્ર લખ્યો અને સાથે ટિકિટો પણ મોકલી! આખરે સમગ્ર મામલો શું છે અને હંગામા હૈ ક્યૂ બરપા...એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. મધ્યપ્રદેશમાં કાશ્મીર ફાઈલને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનિતી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી,દિગ્વિજય સિંહ અને કમલનાથને પત્ર લખીને ફિલ્મ જોવાની માગ કરી અને સાથે ટિકિટો પણ મોકલી.

આ પણ ખાસ વાંચોઃ  The Kashmir Files જોઈ કેમ રડી રહ્યો છે આખો દેશ? શું થયું હતું 19 જાન્યુઆરી 1990ની એ રાત્રે? હિંદુઓના દર્દની દાસ્તાન

ભાજપના સાંસદ અને મધ્યપ્રદેશના રાજ્ય પ્રવક્તા ડૉ. દુર્ગેશ કેસવાણી અને મહેશ શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને માગણી કરી છે કે તેઓએ એકવાર ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવી જોઈએ.કેસવાનીએ કહ્યું કે કાશ્મીરી હિંદુઓ પરના અત્યાચાર, સામૂહિક નરસંહાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દરેક વ્યક્તિએ જોવી જોઈએ.તમને જણાવી દઈએ કે, કેસવાનીએ એક પત્ર લખીને કોંગ્રેસ હાઈકમાન્ડને રાજકીય વિચારધારા છોડીને કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચારની પીડા અનુભવવા વિનંતી કરી છે. પત્રની સાથે રાજ ટોકીઝની દરેકને ટિકિટ પણ મોકલવામાં આવી હતી.

આ પણ ખાસ વાંચોઃ  શું છે અફઘાનિસ્તાનની રહસ્યમયી ગુફાનું રાઝ, જેને આજે પણ અમેરિકા છુપાવે છે

એટલું જ નહીં કેસવાણીએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં દરેક દર્દનાક ઘટના પાછળ કોંગ્રેસનો હાથ છે. આ જ કારણ છે કે આજે આ પાર્ટી ભારતના રાજકીય સ્પેક્ટ્રમમાંથી લગભગ સંકોચાઈ ગઈ છે. તેમણે ભાગલા સમયે લાખો હિન્દુ પરિવારોની પીડા જોઈ ન હતી. કોંગ્રેસના કારણે જ ભાગલા સમયે લાખો લોકોએ પોતાની સંસ્કૃતિ, પોતાનું ઘર, માતૃભૂમિ અને પરિવારના સભ્યો પણ છોડી દીધા હતા. શીખ રમખાણો અને ભોપાલ ગેસ દુર્ઘટનાના દોષિત વોરેન એન્ડરસન સાથે કોંગ્રેસનું જોડાણ, ત્યારબાદ કાશ્મીરી હિંદુઓના નરસંહાર સાથે. આ પાર્ટી સામાન્ય લોકો પાસેથી મત લે છે, પરંતુ તેની સાંઠગાંઠ હંમેશા રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સાથે રહી છે.

આ પણ ખાસ વાંચોઃ  મચ્છર કેવી રીતે નક્કી કરે છે કે કોનું લોહી ચૂસવાનું છે? જાણો વિગતવાર જવાબ

આ પણ ખાસ વાંચોઃ  દિલ્લી બાદ પંજાબમાં ઝાડુનો ઝંડો લહેરાતા રાજ્યસભામાં આમ આદમી પાર્ટી બની ખાસ! જાણો બીજી પાર્ટીનો હાલ

સ્તન અને નિતંબ બતાવવાની હોડમાં હંમેશા બ્રા-પેન્ટીમાં જ દેખાય છે આ હીરોઈન! સોશિયલ મીડિયામાં ફરે છે ન્યૂડ ફોટા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube