શું છે અફઘાનિસ્તાનની રહસ્યમયી ગુફાનું રાઝ, જેને આજે પણ અમેરિકા છુપાવે છે

હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર છે. વર્ષ 2001માં અમેરિકાએ અલ-કાયદા અને તાલિબાનને અફઘાનમાંથી તગેડી મૂકવા માટે હુમલો કર્યો હતો. ત્યારબાદથી 20 વર્ષ સુધી અમેરિકી સૈનિકોએ અનેક ખતરનાક આતંકીઓને ઠાર કર્યા...  

શું છે અફઘાનિસ્તાનની રહસ્યમયી ગુફાનું રાઝ, જેને આજે પણ અમેરિકા છુપાવે છે

નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં ઘણા આતંકી સંગઠન તાલિબાનનો કબ્જો છે, પરંતુ આ પહેલા ત્યાં અમેરિકી સેનાની ધાક હતી. આ પાછળનું કારણ અફઘાનિસ્તાનમાં તાલિબાન અંદાજે 20 વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યું, પરંતુ અમેરિકી સેનાએ દેશ છોડતાની સાથે જ તાલિબાને એકવાર ફરીથી અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો. હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર છે. વર્ષ 2001માં અમેરિકાએ અલ-કાયદા અને તાલિબાનને અફઘાનમાંથી તગેડી મૂકવા માટે હુમલો કર્યો હતો. ત્યારબાદથી 20 વર્ષ સુધી અમેરિકી સૈનિકોએ અનેક ખતરનાક આતંકીઓને ઠાર કર્યા...
 
વર્ષ 2002માં અમેરિકી સેનાનો સામનો એક મહાદાનવ સાથે થયો. આ મહાદાનવે અમેરિકાના અનેક સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ દાનવ અફઘાનિસ્તાનનાં એક સુમસાન વિસ્તારની રહસ્યમયી ગુફામાં છુપાઈને રહેતો હતો. જ્યાં કોઈ અમેરિકી સૈનિકોની જવાની હિંમત પણ થતી ન હતી.
ગુફામાં લાપતા થયા હતા અનેક અમેરિકી સૈનિક-
અમેરિકી સેનાઓ સૈનિકોના કેટલાક ગ્રુપ બનાવીને તેમને અલગ-અલગ વિસ્તારોમાં મોકલી દીધા. અમેરિકી સૈનિક એવા વિસ્તારોમાં પહોંચ્યા, જ્યાં દૂર-દૂર સુધી કોઈ માણસ રહેતો ન હતો. અમેરિકી સૈનિકો પાસે ખુફિયા જાણકારી હતી કે, આ વિસ્તારમાં આવેલી ગુફાઓમાં અલકાયદા અને તાલિબાનનાં આતંકી છુપાયેલા છે. અહીંની ગુફાઓમાં અમેરિકી સેનાઓ પહોંચી. ત્યાં ખૂબ જ અંધારુ હતુ. આ ગુફામાં અમેરિકી કમાન્ડો લાપતા થઈ ગયા. અમેરિકી સૈનિકોએ ખૂબ શોધખોળ કરી પરંતુ તેમનો કોઈ અતો પતો ન મળ્યો.
આ અભિયાનમાં શામેલ અમેરિકી કમાન્ડોએ ગુફામાં માણસોના હાડપિંજર જોયા અને આર્મીના યુનિફોર્મ પણ  મળી આવ્યા. અમેરિકી સેના ગુફામાં આગળ વધી અને કંઈક એવુ જોયુ જેનાથી તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે 15 ફૂટ લાંબો એક મહાદાનવ જેવો દેખાતો શખ્સ જોયો. ત્યારબાદ અમેરિકી સૈનિકોએ તાબડતોડ ગોળીઓ ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટના બાદ અમેરિકી સેનાએ એક બ્લાસ્ટ કરાવીને ગુફાને કાયમ માટે બંધ કરીને આ રાઝને દફનાવી દીધો. જોકે, પછીથી આ ઘટના પર સોશિયલ મીડિયામાં ઘણી કહાનીઓ બની.
અમેરિકાએ વર્ષ 2022માં ઘટેલી આ ઘટના પર ક્યારેય કોઈ નિવેદન નથી આપ્યું. સૌથી મોટી વાત તો એ છે કે, આ ઘટનાનો કોઈ પુરાવો પણ નથી રાખ્યો. અમેરિકી સૈનિકોએ પણ આ વિશે કંઈ જણાવ્યુ નથી. આખરે મહાદાનવનું સત્ય શું છે તે આજે પણ રહસ્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news