BJPની આવકમાં 81 ટકાનો વધારો, કોંગ્રેસે આવક કરતા વધુ કર્યો ખર્ચ
2015-16 થી 2016-17 વચ્ચે ભાજપની આવક 570.86 કરોડ રૂપિયાથી 81.18 ટકા વધીને 1034.27 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ એકતરફ ભાજપ દેશમાં સતત ભગવો લહેરાવી રહી છે, બીજીતરફ પાર્ટીના ખાતામાં ધનવર્ષા થઈ રહી છે. કોંગ્રેસની હાલત ખરાબ છે. કોંગ્રેસ તેની પાસે છે તે સીટો પણ ગુમાવી રહી છે, ત્યારે તેનો ખજાનો પણ ખાલી થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની 2015-16 થી 2016-17 વચ્ચે ભાજપની આવક 570.86 કરોડ રૂપિયાથી 81.18 ટકા વધીને 1034.27 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આજ સમયગાળા દરમિયાન કોંગ્રેસની આવકમાં 14 ટકાના ઘટાડા સાથે 225.36 કરોડ રૂપિયા રહી ગઈ છે.
આ આંકડા લોકતાંત્રિક સુધાર સંઘ (એડીઆર)એ જારી કર્યા છે. એડીઆરની રિપોર્ટ અનુસાર, સાત રાષ્ટ્રીય પક્ષો, ભાજપ, કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી (બસપા), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) અને તૃણમૂલ કોંગ્રેસની કુલ જાહેર થયેલી આવક 1,559.17 કરોડ રૂપિયા રહી છે. જ્યારે આ પાર્ટીઓએ 1228.26 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ચૂંટણી પંચમાં દાખલ વિગતો પર આધારિત તૈયાર રિપોર્ટથી ભાજપ અને કોંગ્રેસની કુલ આવત, તેના ખર્ચ અને આવકના સ્ત્રોતની તુલનામાં કરવામાં આવી છે.
ભાજપની કમાણી 1034.27 કરોડ
ભારતીય જનતા પાર્ટીની નાણાકિય વર્ષ 2015-16 થી 2016-17 વચ્ચે ભાજપની આવક 570.86 કરોડ રૂપિયાથી 81.18 ટકા વધીને 1034.27 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આજ સમયગાળા દરમિયાન કોંગ્રેસની આવકમાં 14 ટકાના ઘટાડા સાથે 225.36 કરોડ રૂપિયા રહી ગઈ છે.
ફંડથી ભરેલો ખજાનો
ભાજપે 2016-2017માં 710.057 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો. આ દરમિયાન કોંગ્રેસે 321.66 કરોડનો રૂપિયાનો ખર્ચ કર્યો, જે તેની આ દરમિયાનની કુલ આવકના 96.30 કરોડ રૂપિયા વધુ હતા. બંન્ને પાર્ટીઓએ ચંદા કે દાનને પોતાની આવકના મુખ્ય ત્રણ સ્ત્રોતમાંથી એક જણાવ્યા.
કોંગ્રેસે વેંચ્યા કુપન
રિપોર્ટ અનુસાર, ભાજપે 2016/17 દરમિયાન 997.12 કરોડ રૂપિયાની આવકનો સ્ત્રોત અનુદાન, ચંદા કે આર્થિક સહયોગ ગણાવ્યા. આ રકમ ભાજપની કુલ આવકના 96.41 ટકા છે. કોંગ્રેસની સર્વાધિક આવક (115.644 કરોડ રૂપિયા) તેના દ્વારા જારી કુપનોથી થઈ છે. આ તેની કુલ આવકના 51.32 ટકા છે.
આ દરમિયાન સાત રાષ્ટ્રીય પાર્ટીઓએ 2016-17 દરમિયાન સ્વૈચ્થિક યોગદાનથી 74.98 ટકા (1,169.07 કરોડ રૂપિયા) ધનરાશિ મેળવી, જ્યારે પાછલા વર્ષે તેની (2015/16)માં સ્વૈચ્છિક યોગદાનથી તેની આવક 60 ટકા (616.05 करोड़ रुपये) રહી હતી. આ પક્ષોએ 2016/17માં બેંકોમાંથી વ્યાજના રૂપમાં 128.60 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે.
રિપોર્ટ અનુસાર, રાજકીય પક્ષોની પોતાની આવક-ખર્ચની વિગતો દાખલ કરવાની અંતિમ તારીખ 30 ઓક્ટોબર હતી, પરંતુ ભાજપે તેનું સરવૈયું આઠ ફેબ્રુઆરીએ અને કોંગ્રેસે 19 માર્ચે દાખલ કરાવ્યું હતું. એડીઆરે કહ્યું કે ભાજપ, કોંગ્રેસ, રાંકાંપા, માકપા છેલ્લા પાંચ વર્ષથી પોતાનું સરવૈયું મોડું જમા કરાવે છે. ચૂંટણી અને લોકતંત્રની મજબૂતી પ્રદાન કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓ પાસેથી સૂચનાનો અધિકાર (આરટીઆઈ) અધિનિયમ હેઠળ તેની નાણાકિય લેવડ-દેવડની વિગત માંગવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, તમામ દાનદાતાઓની યાદી પણ આરટીઆઈ અધિનિયમ હેઠળ અનિવાર્ય છે અને ભૂટાન, નેપાલ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, બુલ્ગારિયા, અમેરિકા અને જાપાને પણ આમ કર્યું છે.