નવી દિલ્હી : 2019ની ચૂંટણી પહેલાં બીજેપીને ઉત્તર પ્રદેશમાં ત્રણ પેટા ચૂંટણીમાં મળેલી હારને કારણે પક્ષ ચિંતામાં મુકાઈ ગયો છે. ગોરખપુર અને કૈરાનામાં મળેલી હાર પછી બીજેપીની રણનીતિ પર પ્રશ્નાર્થચિન્હ લાગી ગયું છે. ભાજપના આંતરિક સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે એને અહેસાસ થઈ ગયો છે કે એના માટે આ વખતે યુપીમાં 2014ના પ્રદર્શનનું પુનરાવર્તન કરવું લગભગ અશક્ય છે અને આ કારણે બીજેપીએ પોતાનો પ્લાન બદલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રજનીકાંતની 'કાલા' ફસાઈ 101 કરોડ રૂ.ના કાનૂની વિવાદમાં


બીજેપીના અહેસાસ થઈ ગયો છે કે આ વખતે 80માંથી 71 સીટ જીતવાનો જાદૂ નથી થઈ શકે અને એટલે જ પક્ષે જાતે જ ટાર્ગેટ ઘટાડીને 50ની આસપાસ કરી નાખ્યો્ છે. બીજેપીને લાગે છે કે જો એને 50 સીટ પણ મળી જાય તો એના માટે બહુ જ સારું સાબિત થશે. હાલમાં કૈરાના અને નુરપૂરમાં બીજેપીને સપા, આરએલડી, બસપા તેમજ કોંગ્રેસની એકતાને કારણે ભારે આંચકો લાગ્યો છે. 2014માં બીજેપીએ પોતાના દમ પર બહુમત મેળવ્યો હતો અને એનું મોટું કારણ યુપીને પક્ષમાં મળેલી સફળતા હતી. જોકે હવે વિપક્ષ એકસાથે આવી જતા પક્ષ માટે મોટું સંકટ ઉભું થઈ ગયું છે. 


2019ની ચુંટણીમાં બીજેપી પોતાના કોર વોટર પણ ફોક્સ કરશે. આ પેટા ચૂંટણીમાં તમામ મુદ્દાઓ હોવા છતાં બીજેપીને એના પરંપરાગત વોટર્સનો સાથ મળ્યો છે. પાર્ટી માને છે કે આ વખતે એના વોટર્સ મોટી સંખ્યામાં વોટિંગ કરવા માટે બહાર નથી આવ્યા. મળતી માહિતી પ્રમાણે 2019ની ચૂંટણીમાં બીજેપીનો સૌથી મોટો ચહેરો વડાપ્રધાન મોદી હશે. બીજેપીના નેતાઓ માને છે કે જ્યારે નરેન્દ્ર મોદી કેમ્પેઇનના મેદાનમાં ઉતરશે ત્યારે વોટર્સને પોતાના પક્ષમાં કરી લેશે. 


બીજેપીનું પ્લાનિંગ હવે ઓબીસીમાં આવતા બિનયાદવ વોટર્સ પર ફોક્સ કરવાનું છે. હવે બીજેપી પૂર્વ ઉત્તર પ્રદેશમાં નિષાદ, કુર્મી અને પશ્ચિમમાં જાટ વોટર્સને સાધવાનું પ્લાનિંગ કરી રહી છે. આ સાથે જ અપર કાસ્ટ વોટર્સને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. 


દેશની તમામ ગતિવિધિથી માહિતગાર બનો, કરીને ક્લિક...