Corona ની જેમ નથી ફેલાતો બ્લેક ફંગસ, ડો. ગુલેરિયાએ જણાવ્યુ કોને છે વધુ ખતરો
દેશમાં કોરોના બાદ સતત વધી રહેલા બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસના કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ હવે બ્લેક ફંગસ/મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ સોમવારે કહ્યુ કે, નબળી રોગપ્રતિકારક ક્ષમતાવાળા લોકોને બ્લેક ફંગસનો વધુ ખતરો છે. તેમાં કહેવામાં આવ્યું કે, આ ફંગસ મુખ્ય રીતે સાઇનલ, નાક, આંખોની આસપાસના હાડકામાં મળે છે અને મસ્તિષ્કમાં પ્રવેશ કરી શકે છે. ક્યારેક-ક્યારેક તે લંગ્સ અને ગૈસ્ટ્રોઇન્ટેસ્ટનલ ટેક્ટમાં પણ મળે છે.
ગુલેરિયાએ તે પણ કહ્યુ કે, અલગ-અલગ ભાગમાં થનારી ફંગસનો કલર પણ અલગ હોય છે. ફંગસ ઇન્ફેક્શન સંક્રામક રોગ નથી, એટલે કે તે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર બીજા લોકોને થતો નથી.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, બ્લેક ફંગસના કેસ ઝડપથી પધી રહ્યાં છે. તેથી તેને નજરઅંદાજ કરી શકાય નહીં. આ ઇન્ફેક્શનની સારવાર જલદી શરૂ કરવાથી ફાયદો થાય છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube