Black Tiger: આ કાળા રંગના વાઘે દુનિયાને કરી છે પાગલ! વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે આ દૂર્લભ વાઘનો વીડિયો
હાલ સોશિયલ મીડિયામાં એક દૂર્લભ વાઘનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોનારા દરેક વ્યક્તિ અચંબિત છે. આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કર્યો છે.
Black Tiger Spotted In Odisha: નાનપણમાં વાઘ-સિંહની કહાનીઓ તો બહુ સાંભળી પણ શું તમે ક્યારે રિયલ ટાઈગર જોયો છે ખુલ્લામાં. જંગલમાં વાઘદર્શન એ પણ એક મોટો લાહ્વ છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વાઘની તસવીરો ભારે ચર્ચા જગાવી છે. શું આવો બ્લેક કલરનો વાઘ તમે ક્યાંય જોયો છે ખરાં? તમે દુનિયાભરમાં આવા ઘણા જંગલી પ્રાણીઓ જોયા હશે, જે પોતાની વિશેષતા માટે જાણીતા છે, પરંતુ કેટલીકવાર આપણને કંઈક એવું જોવા મળે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી માટે રાખ્યા હતા ઉપવાસ, અફ્રિદી સાથે સુવાની જોઈ રહી હતી રાહ! હીરોઈને જાહેર કરી પોતાની અંગત વાત
હાલમાં જ સોશિયલ મીડિયા પર કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, જેને જોઈને તમે પણ એક મિનિટ માટે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક 'દુર્લભ' વાઘ જોવા મળી રહ્યો છે, જે કાળા રંગનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ એક સમયનું આંધીનગર કઈ રીતે બન્યુ ચમકદાર ગાંધીનગર? ગાંધીનગરને જ કેમ બનાવાયું ગુજરાતનું પાટનગર?
આ પણ ખાસ વાંચોઃ World Tiger Day: કયાં ગાયબ થઈ રહ્યાં છે વાઘ? જાણો કેમ સતત ઘટી રહી છે વાઘની સંખ્યા
જુઓ કાળા વાઘનો વીડિયો:
Canada Immigration: કેનેડા જવા માંગતા લોકો માટે અગત્યના ન્યૂઝ, ઈમિગ્રેશન વિભાગે આપી આ ખાસ સુચના
વાયરલ થઈ રહેલો આ વીડિયો ઓડિશા ટાઈગર રિઝર્વનો કહેવામાં આવી રહ્યો છે, જ્યાં એક 'ખૂબ જ દુર્લભ' કાળા રંગનો વાઘ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કાળા રંગનો વાઘ કેવી રીતે પોતાના વિસ્તારને ચિન્હિત કરી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 1773થી કાળા વાઘ જોવા મળી રહ્યા છે. 1950માં ચીન અને 1913માં મ્યાનમાર આવા જ દાવા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ લિંગ, સ્તન અને હોઠ જેવા દેખાય છે આ છોડ! જાણો માનવઅંગો સાથે આ છોડનું શું છે કનેક્શન
સોશિયલ મીડિયા પર આ વીડિયો IFS ઓફિસર સુશાત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો 29 જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર એકથી એક ચડિયાતા રિએક્શન આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ IELTS માં એજન્ટો આ રીતે વગાડે છે લોકોની 'બેન્ડ', Visa-વિદેશી વિમાનની વાર્તા કરીને વેતરવાની ચાલ વિશે જાણો
આ પણ વાંચોઃ IELTS શું છે? વિદેશ જવા માટે કેમ પાસ કરવી પડે છે આ પરીક્ષા? પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણો
આ પણ વાંચોઃ મોતનું એ મંજર ક્યારેય નહીં ભૂલે અમદાવાદ! 21 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ, માત્ર 70 મિનિટમાં મોતમાં ફેરવાઈ 56 જિંદગી!
આ પણ વાંચોઃ આ સિંધી છોકરી લાખો દિલો પર કરે છે રાજ! જુઓ કામણગારી કિયારા કાતિલ અંદાજ