નવી દિલ્હી : આ વર્ષે કાળા ઘઉંની ખેતી અનેક વિસ્તારોમાં થઇ રહી છે. થોડા મહિના પહેલા મીડિયામાં કાળા ઘઉંનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કાળા ઘઉં ઔષધીય ગુણોથી ભરપુર છે. ત્યાર બાદ સંશોધન બાદ જાણવા મળ્યું કે, આ ઘઉ પહેલીવાર ભારતમાં આવ્યા છે અને નેશનલ એગ્રી ફૂડ બાયોટેક્નોલોજી ઇંસ્ટીટ્યૂટ (NABI) મોહાલી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ-હરિયાણામાં ગત્ત વર્ષે કાળા ઘઉની ખેતી ઘણા ઓછા પ્રમાણમાં થઇ હતી. જો કે આ વખતે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતનાં અનેક રાજ્યોમાં તેની વાવણી કરવામાં આવી છે. મધ્યપ્રદેશનાં માલવા ક્ષેત્રનાં ખેડૂતોમાં પહેલીવાર તેની ખેતી કરવામાં આવી છે. કાળા ઘઉ જ્યારે કાચા હોય ત્યારે તે લીલા જ હોય છે પરંતુ ત્યાર બાદ કાળા થવા લાગે છે. 


બુલંદ શહેર હિંસા: VHPએ કહ્યું ગૌહત્યા રોકવામાં પોલીસ રહી નિષ્ફળ...

NABIએ પેટન્ટ કરાવી છે
નેશનલ એગ્રી ફૂડ બાયોટેક્નોલોજી ઇંસ્ટીટ્યૂટ (NABI) મોહાલીએ સાત વર્ષના સંશોધન બાદ ગત્ત વર્ષે નવેમ્બરમાં કાળા ઘઉંને પેટન્ટ કરાવ્યા હતા. NABIએ આ ઘઉને નાબી એમજી નામ આપ્યું છે. તેની ખેતીની ઉપજ પણ વધારે પ્રમાણમાં મળશે અને તેનો દાણો પણ વધારે મોટો હશે. કાળાઘઉની પેદાશ પ્રતિ એકર 15થી 18 ક્વિન્ટલ મળવાની વાત ખેતી વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. 

રંગ કાળો પરંતુ રોટલી બ્રાઉન બનશે
ફળ,શાકભાજી અને અનાજના રંગ તેમાં રહેલા પ્લાંટ પિગમેન્ટ અથવા રંજક કણોની માત્રા પર નિર્ભર કરે છે. કાળા ઘઉંમાં એથોસાએનિન નામનું પિગમેન્ટ હોય છે. સામાન્ય ઘઉમાં એથોસાએનિન માત્ર પાંચ પીપીએમ હોય છે, પરંતુ કાળા ઘઉમાં તે 100થી 200 PPM (પીપીએમ) આસપાસ હોય છે. એથોસાએનિન ઉપરાંત કાળા ઘઉમાં જિંક અને આયરનનાં પ્રમાણમાં પણ અંતર હોય છે. કાળા ઘઉમાં સામન્ય ઘઉની તુલનાએ 60 ટકા વધારે આયરન હોય છે. કેટલાક ફળો દ્વારા કાળા ઘઉના બીજ તૈયાર કરવામાં આવે છે. કાળા ઘઉના બીજ તૈયાર કરવામાં જાંબુ તથા બ્લૂ બેરીનો ઉપયોગ થાય છે. કૃષી વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ રંગ જોવામાં બેશક કાળો છે પરંતુ તેની રોટલી બ્રાઉન બનશે.


બુલંદ શહેરકાંડ બાદ યોગીએ ગૌહત્યા મુદ્દે આપ્યા કડક કાર્યવાહીનાં આદેશ, તંત્ર દોડતું થયું...

આ રોગોને કરે છે નિયંત્રીત
કાળા ઘઉમાં પૌષ્ટીક તત્વ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, વિટામીન, જીંક, પોટાશ, આયરન તથા ફાઇબર વગેરે તત્વો પારંપારિક ઘઉની તુલનાએ બમણા પ્રમાણમાં હોય છે. કૃષી વૈજ્ઞાનિકો અનુસાર આ ઘઉમાંથી બનેલી રોટલી ખાવાથી શુગર અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધશે. આ ઘઉની રોટલી ખાવાથી શરીરની ચરબી પણ ઘટશે. તેને ખાવાથી એસિડિટીથી પણ છુટકારો મળશે.