જોધપુર  : બહુચર્ચિત કાળીયાર શિકાર મુદ્દે ફિલ્મ અભિનેતા સલમાન ખાન દોષીત જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય તમામ આરોપીઓ અભિનેતા સેફ અલી ખાન, અભિનેત્રી નીલમ, સોનાલી, તબક્કુ અને દુષ્યંત સિંહને મુક્ત કરી દેવામાં આવ્યા છે. 28 માર્ચે આ મુદ્દે સીજેએમ દેવકુમાર ખત્રીની કોર્ટમાં સુનવણી થઇ હતી. ત્યાર બાદ જજે પોતાનો ચુકાદો સુરક્ષીત રાખી લીધો હતો. આ મુદ્દે સુનવણી માટે સલમાન ખાન, સેફ અલી ખાન, અભિનેત્રી નિલમ, સોનાલી અને તબ્બુ મુંબઇથી જોધપુર ખાતે પહોંચ્યા હતા. સલમાન જોધપુર ની તાજ પેલેસ હોટલમાં રૂમ નંબર 11માં રોકાયેલા હતા. બુધવારે રાત્રે સલમાન સુઇ પણ શક્યો નહોતો. આખી રાત બેચેનીમાં જ ગુજારી હતી. તે પરિવાર સાથે સ્વિમિંગ પુલનાં કિનારે બેઠેલો દેખાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્ટેમ્બર - ઓક્ટોબર 1998માં આ ફિલ્મ હમ સાથ સાથ હેનાં શુટિંગ દરમિયાન સલમાન ખઆન પર ચાર કેસ દાખલ થયા હતા. પહેલા ભવાદ ગામ કેસનો છે. અહીં 27 સપ્ટેમ્બર, 1998ની રાત્રે એક હરણનો શિકાર કરવાનો આરોપ સલમાન પર લાગ્યો હતો. સીજેએમ કોર્ટે 17 ફેબ્રુઆરી, 2006નાં રોજ સલમાનને દોષીત ઠેરવતા 1 વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ હાઇકોર્ટમાં અપીલ થઇ જેમાં હાઇકોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યા બાદ સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી. હાલ આ કેસ ચાલી રહ્યો છે. 


બીજો મુદ્દો ઘોડા ફાર્મનો છે. 28 સપ્ટેમ્બર 1998નાં રોજ 2 હરણોનાં શિકારનો આરોપ સલમાન પર લાગ્યો હતો. સીજેએમએ કોર્ટને 10 એપ્રીલ 2006નાં રોજ તેને દોષીત જાહેર કરતા 5 વર્ષની સજા ફટકારી હતી. જો કે સલમાનને હાઇકોર્ટે નિર્દોષ છોડી મુક્યો હતો. આ મુદ્દો પણ હાલ સુપ્રીમ કોર્ટમાં છે. ઉપરાંત ત્રીજો કેસ આર્મ્સ એક્ટ મુદ્દે સલમાનને પહેલાથી જ દોષમુક્ત જાહેર કર્યો છે. ો