મુઝફ્ફરનગર, અંકિત મિત્તલ: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ગુરુવારે મોડી રાતે હડકંપ મચી ગયો. એક મદરેસાના રૂમમાં મોટા વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ, ઘટના સમયે મદરેસાના તે રૂમમાં બાળકો સૂઈ રહ્યાં હતાં. આ દુર્ઘટનામાં લગભગ એક ડઝન બાળકો ઝૂલસી ગયાં. અફરા તફરીમાં દાઝી ગયેલા બાળકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં 10 બાળકોની સારવાર માટે મેરઠ રેફર કરી દેવાયા છે. સૂચના મળતા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં કોંગ્રેસ માટે મુશ્કેલી, ગુર્જર સમુદાયનું 20 દિવસનું અલ્ટિમેટમ પૂરું, આંદોલનના ભણકારા


કહેવાય છે કે સૂજડુ ગામમાં આવેલી આ મદરેસા, ઈસ્લામિયા અશરફ ઉલ મદારિસની છે. અડધી રાતે થયેલા મોટા વિસ્ફોટ અને ધૂમાડાથી મદરેસાના વિદ્યાર્થીઓમાં અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન આગની ચપેટમાં આવીને લગભગ એક ડઝન વિદ્યાર્થીઓ દાઝી ગયાં. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યાં અને ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં. દાઝી ગયેલા વિદ્યાર્થીઓમાં 10 છોકરા અને બે છોકરીઓ સામેલ છે. 


બંગાળમાં ચૂંટણી પહેલા ધમસાણ, મમતાને તેમના જ ગઢમાં આજે PM મોદી આપશે 'જડબાતોડ' જવાબ


કહેવાય છે  કે રેફર કરવામાં આવેલા બાળકોની હાલત નાજુક છે. મદરેસામાં રહેનારા એક વ્યક્તિએ જણાવ્યું કે મોટા વિસ્ફોટ સાથે ફ્રિઝનું કોમ્પ્રેસર ફાટ્યું, જેના કારણે આ અકસ્માત થયો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...