અયોધ્યા: રામનગરી અયોધ્યા (Ayodhya) માં બ્લાસ્ટની ધમકી (Bomb Blast Threat) બાદ યૂપી પોલીસ હાઇ એલર્ટ પર છે. પોલીસે પ્રવેશ દ્રાર, હોટલો અને ધર્મશાળા ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સુરક્ષા વધારી દીધી છે. ગુરૂવારે કોઇ અજાણ્યા વ્યક્તિ ડાયલ-112 પર ફોન કરીને ધમકી આપી છે. ધમકી આપનાર યુવક અમદાવાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લાસ્ટની ધમકી (Bomb Blast Threat) આપનાર અમદાવાદનો હોવાની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ધમકી મળ્યા બાદ અયોધ્યામાં સ્થાનિક પોલીસ સર્તક થઇ ગઇ છે. અયોધ્યા ધામના પ્રવેશ દ્રારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોના આઇડી પ્રૂફ જોઇને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

ઘરમાં કબૂતર-ચકલીનો માળો આપે છે ખાસ સંકેત, જાણો તેના શુભ-અશુભ ફળ


જોકે રામ જન્મ ભૂમિ ક્ષેત્રની સુરક્ષા વધારવામાં આવી, બીજી તરફ ખૂણે ખૂણે બ્લૈક કૈટ કમાન્ડોની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. પોલીસના અધિકારીઓએ મોટી સંખ્યામાં પોલીસબળની યલો ઝોનમાં રૂમ માર્ચ કરી. તમામ સુરક્ષાના પોઇન્ટ એક્ટિવ કરવામાં આવ્યા છે. ક્ષેત્રાધિકારી અયોધ્યાના નેતૃત્વમાં સંપૂર્ણ યલો ઝોન પર એટીએસની ટીમે નિરીક્ષણ કર્યું. અયોધ્યાના તમામ બેરિયર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 


આ પહેલાં ગત મહિને યૂપી પોલીસને ગુપ્ત એલર્ટ મળ્યું હતું. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામથી મળેલા ધમકીભર્યા પત્રમાં લખનઉ, અયોધ્યા, કાનપુર, વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. આ ગુપ્ત એલર્ટ બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારવામાં આવી હતી. લખનઉ, કાનપુર, સહિત ઘણા રેલવે સ્ટેશનો  પર આરપીએફ, જીઆરપી અને પોલીસ ઉપરાંત ડોગ સ્ક્વોર્ડએ પણ નિરિક્ષણ કર્યું હતું. સઘન તલાશી પણ ચલાવવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube