મુંબઈ: શનિવારે મોડી રાતે મુંબઈના અનેક વિસ્તારોમાંતી ગેસ લીકેજના કારણે ભયનો માહોલ બની ગયો. શહેરના ફાયર વિભાગને મુંબઈમાંના અલગ અલગ ભાગોમાંથી રાતે લગભગ 11 વાગ્યાની આસપાસ ગેસ લીકેજની ફરિયાદો મળવા લાગી. મુંબઈના જે વિસ્તારોમાંથી આ ફરિયાદો આવી તેમાં ચેમ્બુર, ઘાટકોપર, વિક્રોલી અને પવઈ સામેલ છે. ફરિયાદો મળતા જ ફાયરની 13 ગાડીઓ આ જગ્યાઓ પર પહોંચી. જો કે આ સમગ્ર મામલે ફાયર વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું કે કોઈ પણ વિસ્તારમાં ક્યાંય ગેસ લીકેજ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર મામલે ફાયરના અધિકારીઓ તરફથી કહેવાયું કે અમને જે વિસ્તારોમાંથી ગેસ લીકેજની ફરિયાદો મળી તેમાં વિક્રોલી, ચેમ્બુર, પવઈ ઉપરાંત ઘાટકોપરના પંતનગર વિસ્તારમાંથી મળેલી ફરિયાદો પણ સામેલ છે. ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube