કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાના હરિદેવપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાલી પ્લોટમાંથી 14 નવજાત બાળકોના કંકાલ જપ્ત થયા છે. કંકાલ મળવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હરિદેવપુરમાં એક ખાલી પ્લોટની રવિવારે સફાઇ કરવામાં આવી રહી હતી. ત્યારે સફાઇ કર્મચારીને ત્યાંથી 14 નવજાત બાળકોના કંકાલ મળ્યા. તેમણે આ વિશે અધિકારીઓને જાણ કરી હતી. જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. હાલમાં આ વિશે વધુ જાણકારી મળી નથી પરંતુ પોલીસ તે જાણકારી મેળવવામાં લાગી છે કે આ કોઈ ગેંગનું કામ તો નથી. 



નવજાતોના કંકાલ પ્લાસ્ટિકની બેગમાંથી મળ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. એક સાથે મોટી સંખ્યામાં કંકાલ મળતા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. આસપાસની હોસ્પિટલો અને નર્સિંગ હોમની પૂછપરછ કરવામાં આવી રહી છે.