બેંગલુરુ: રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો પાર્થિવ દેહ રવિવારે મોડી રાતે બેંગલુરુ પહોંચ્યો. નવીન રશિયા દ્વારા થઈ રહેલા બોમ્બમારાનો ભોગ બન્યો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ ભારત લાવવા માટે સતત પ્રયત્નો ચાલુ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાલમાં થયેલી બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે નવીનના મૃતદેહને લાવવાની દરેક શક્ય કોશિશ કરવામાં આવે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈએ નવીનને શ્રદ્ધાંજલિ આપતા પીડિત પરિવાર પ્રત્યે પોતાના સંવેદના વ્યક્ત કરી. દુ:ખની આ ઘડીમાં નવીનના પિતાએ તેમનો આભાર વ્યક્ત કરતા એક મોટી જાહેરાત પણ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રના પાર્થિક શરીરને દાન કર્યું
પુત્રને ગુમાવવાનું દુ:ખ પોતાના હ્રદયમાં દફન કરતા પિતાએ કહ્યું કે તેઓ અનુષ્ઠાન બાદ એક ખાનગી હોસ્પિટલ કોલેજને તેનું શરીર દાન કરશે. અત્રે જણાવવાનું નવીનનું 1 માર્ચના રોજ ખારકીવ શહેરમાં રશિયન સેનાના બોમ્બમારામાં અવસાન થયું હતું. નવીનના નાના ભાઈ હર્ષ શેખરપ્પાએ પાર્થિવ દેહને કર્ણાટક લાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. એરપોર્ટ પર હાજર તેમના સંબંધીઓ અને ગ્રામીણોએ મુખ્યમંત્રી બોમ્બઈનો આભાર માન્યો. 


યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું, ઓસ્ટ્રેલિયાએ શું કહ્યું તે ખાસ જાણો 


જરૂરી સામાન લેવા માટે જવું પડ્યું હતું બહાર
નવીનના મિત્ર શ્રીકાંતના જણાવ્યાં મુજબ તે અને નવીન ક્લાસમેટ હતા. તે ખારકીવમાં થોડા દિવસથી બંકરમાં રહેતા હતા. નવીન 1 માર્ચના રોજ સવારે થોડો સામાન લેવા માટે બંકરમાંથી બહાર ગયો હતો. ખારકીવમાં સાંજે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હતો. નવીન સવારે 6 વાગ્યા બાદ જરૂરી સામાન લેવા ગયો હતો. તે સમયે બાકીના વિદ્યાર્થીઓ સૂતા હતા. ત્યારે તે રશિયન સેના દ્વારા કરાયેલા હુમલાની ઝપેટમાં આવી ગયો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube