યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું, ઓસ્ટ્રેલિયાએ શું કહ્યું તે ખાસ જાણો 

ઓસ્ટ્રેલિયાએ રવિવારે કહ્યું કે ક્વાડના સભ્ય દેશોએ યુક્રેન સંકટ પર ભારતના સ્ટેન્ડને સ્વીકારી લીધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનમાં સંઘર્ષને ખતમ કરવાની અપીલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે. 

યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું, ઓસ્ટ્રેલિયાએ શું કહ્યું તે ખાસ જાણો 

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ રવિવારે કહ્યું કે ક્વાડના સભ્ય દેશોએ યુક્રેન સંકટ પર ભારતના સ્ટેન્ડને સ્વીકારી લીધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનમાં સંઘર્ષને ખતમ કરવાની અપીલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે. 

સોમવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ડિજિટલ સમિટ
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ ફારેલે આ નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની સોમવારે થનારી ડિજિટલ સમિટના એક દિવસ પહેલા આવ્યું છે. આ સમિટમાં  બંને દેશો વચ્ચે યુક્રેનની સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના છે. 

ક્વાડ દેશોએ ભારતના વલણનો સ્વીકાર કર્યો
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે મીડિયાને કહ્યું કે ક્વાડ  દેશોએ ભારતના વલણનો સ્વીકાર કર્યો છે. અમે સમજીએ છીએ કે દરેક દેશનો એક દ્વિપક્ષીય સંબંધ છે. ભારતીય વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી મોદીની આ ટિપ્પણીઓથી સ્પષ્ટ છે કે તેમણે સંકટને ખતમ કરવાની અપીલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ કર્યો છે. 

વાત જાણે એમ છે કે યુક્રેનમાં રશિયાના સ્પેશિયલ મિલેટ્રી ઓપરેશન પર ભારતના સ્ટેન્ડથી પશ્ચિમી દેશોમાં બેચેની છે. રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાના ભારતના નિર્ણયથી તેમની આ બેચેની વધી ગઈ છે. આ બંને મુદ્દાઓ પર રવિવારે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરને સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર તેમણે મીડિયાને પોતાનો જવાબ આપ્યો. 

શું નહેરુની વિદેશ નીતિ પર ભારત ચાલી રહ્યું છે?
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરની ટિપ્પણીથી અલગ જોઈએ તો યુક્રેન મામલે ભારતનું વલણ 1957માં તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા અપનાવવામાં આવેલી  નીતિથી પ્રેરિત જોવા મળે છે. તે વખતની નહેરુ નીતિ હેઠળ બે કે વધુ દેશોમાં યુદ્ધ થવા પર ભારત કોઈ એકનો પક્ષ લેતું નહતું કે ન તો કોઈની ટીકા કરતું હતું. તેની જગ્યાએ તે સંબંધિત પક્ષોને વાતચીત માટે પ્રોત્સાહિત કરીને સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતું હતું. 

એક સૂત્રએ જણાવ્યું કે 'યુક્રેનમાં જે કઈ થઈ રહ્યું છે તેનું સમરથન કરવાનો ભારત પર કોઈએ આરોપ  લગાવ્યો નથી. ભારત જે કઈ કોશિશ કરતું જોવા મળે છે તે 65 વર્ષ પહેલા નહેરુ દ્વારા તૈયાર કરાયેલી નીતિ અંતર્ગત જ છે.' 

અત્રે જણાવવાનું કે ભારતે યુક્રેન પર રશિયાના  હુમલાની ટીકા કરી નથી. જ્યારે કવાડના અન્ય સભ્ય દેશો જેમ કે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ રશિયાની આ કાર્યવાહીની ટીકા કરી છે. ભારતનું એમ કહેવું છે કે સંકટનો ઉકેલ વાર્તા અને કૂટનીતિ દ્વારા લાવવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news