નવી દિલ્હી: દિલ્હી પોલીસે બોયઝ લોકર રૂમ (Bois Locker Room) મામલે એક છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આ છોકરો સગીર છે અને નોઈડાની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છોકરાએ આ વર્ષે ધોરણ 12ની એક્ઝામ આપી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે જ ગ્રુપ બનાવ્યું હતું અને તે એકલો જ એડમિન હતો.


આ પણ વાંચો:- પાકિસ્તાનના 'પોસ્ટર બોય' રિયાઝ નાયકુનો THE END, 10 પોઈન્ટમાં જાણો ઈન્સાઈડ સ્ટોરી


અત્યાર સુધીમાં ગ્રુપ સાથે જોડાયેલા 15 છોકરાઓની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં મોટાભાગના છોકરાઓ સગીર છે, કેટલાક પુખ્ત વયના છે.


આ ગ્રુપના 27 મેમ્બર્સ વિશે માહિતી મળી હતી. દરેકની ઓળખ થઈ ગઈ છે. હજુ સુધી 15 છોકરાઓની પૂછપરછ કરવામાં આવી છે. દરેકના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- માતાએ ના પાડી, તો પોતે લેમ્બોર્ગિની ખરીદવા પહોંચ્યો 5 વર્ષનો બાળક


તમને જણાવી દઈએ કે આ કેસ ઇન્સ્ટાગ્રામ પર ચેટ ગ્રુપ 'બોયઝ લોકર રૂમ' સાથે સંબંધિત છે. આ ગ્રુપના કિશોરવયના બાળકો છોકરીઓ વિશે અશ્લીલ અને વાંધાજનક વાતો કરી રહ્યા હતા. ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા પછી તેના વિશે સખત ટીકા થઈ હતી, ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ દ્વારા વાંધાજનક સામગ્રીને પણ દૂર કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube