માતાએ ના પાડી, તો પોતે લેમ્બોર્ગિની ખરીદવા પહોંચ્યો 5 વર્ષનો બાળક

કોરોના વાયરસ (Coronavirus)ના સમાચારો વચ્ચે અમેરિકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને વાંચીને તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો કે શું પ્રતિક્રીયા આપવી

માતાએ ના પાડી, તો પોતે લેમ્બોર્ગિની ખરીદવા પહોંચ્યો 5 વર્ષનો બાળક

વોશિંગટન: કોરોના વાયરસ (Coronavirus)ના સમાચારો વચ્ચે અમેરિકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને વાંચીને તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો કે શું પ્રતિક્રીયા આપવી. પશ્ચિમ અમેરિકન રાજ્ય યૂટા (Utha)માં હાઇવે પોલીસે એક બાળકને પકડ્યો છે. જે પોતાના ઘરથી કાર ખરીદવા માટે ભાગી છુટ્યો હતો. બાળકે પોલીસને જણાવ્યું કે, તેની માતા સાથે ઝગડો થયો છે. કેમ કે, તેમણે તેની પસંદગીની સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની ખરીદવાની ના પાડી હતી. જેથી તે ગુસ્સામાં પોતે કાર ખરીદવા નીકળી ગયો. જો કે, જ્યારે પોલીસે બાળકને પુછ્યું કે, શું તારી પાસે કાર ખરીદવાના પૈસા છે, તે જવાબ સાંભળી તમામના ચહેરા પર હાસ્ય આવી ગયું હતું. બાળકનો જવાબ હતો- હાં, મારી પાસે ત્રણ ડોલર છે.

પોલીસ અધિકારી રિક મોર્ગન (Rick Morgan)એ જણાવ્યું કે, ઝગડા બાદ બાળકે પોતાની માતાની કાર ચોરી કરી અને ઘરમાં કોઈને કહ્યા વગર તે કેલિફોર્નિયા માટે રવાના થયો હતો. જેથી પોતે તેની પસંદગીની સ્પોર્ટ્સ કાર ખરીદી શકે. મોર્ગનના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને હાઈવે પર ખરાબ રીતે ચાલતી કારને જોઈ, તો તેમને લાગ્યું કે કદાચ કાર ચાલક કોઈ પરેશાનીમાં છે. તેમણે તાત્કાલીક કારને રોકી, પરંતુ જેવું તેમણે કારની અંદર જોયું, તો તેઓ ચોંકી ઉઠ્યા હતા.

રિક મોર્ગને જણાવ્યું કે, હાઈટ ઓછી હોવાના કારણે બાળકને કાર ચલાવવામાં સમસ્યા થઈ રહી હતી. એટલા માટે તે ડ્રાઇવિંગ સીટના એકદમ કિનારા પર બેઠો હતો. જેથી તે ક્લચ અને બ્રેક સુધી પહોંચી શકે. પોલીસ દ્વારા જાહેર કરેલા ડેશ-કેમ વીડિયોમાં નજર આવી રહ્યો છે કે બાળક અજીબ રીતે SUV કાર ચલાવી રહ્યો છે. જ્યારે પોલીસ તેને રોકવા માટે ઈશારો કરે છે, તો મોટી મુશ્કેલીથી રસ્તાના કિનારે કાર રોકે છે.

પેરેન્ટ્સ પર થશે કાર્યવાહી
પોલીસ હજુ સુધી બાળકના પેરેન્ટ્સનો સંપર્ક કરી શકી નથી. કેમ કે, તેનું કહેવું છે કે, બંને તે ભાઈ બહેન સાથે મુકીને કામ પર ગયા છે. હાઈવે પેટ્રોલ લેફ્ટિનેન્ટ નિક સ્ટ્રીટે કહ્યું કે, કોઈને ઈજા નથી આવી અને લાગતુ નથી કે, સંપત્તિને કોઈ નુકસાન થયું હોય, પરંતુ બાળકની આ હરકત માટે તેના પેરેન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news