નવી દિલ્લીઃ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી અંગે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દિધી છે. એક તરફ ભાજપના નેતાઓ વિવિધ રાજ્યોમાં ફરી રહ્યાં છે તો બીજી તરફ વિપક્ષ પણ મહાગઠબંધનની તૈયારીઓ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ જોર શોરથી તૈયારીઓ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે ભાજપની સાંસદ અને અભિનેત્રી હેમા માલિની મથુરા પહોંચી હતી. આ દરમિયાન મથુરા લોકસભા સીટ પર કંગના રણૌતને ભાજપ તરફથી ટિકિટ મળવાના સવાલ પર હેમા માલિનીએ રાખી સાવંતને લઈ પણ ટોણો માર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


હેમા માલિની હાલ મથુરાની સાસંદ છે. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે કંગના રણૌત હવે ભાજપની ઉમેદવાર હશે? આ સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે 'બહુ સારી વાતે છે. મારા વિચાર ભગવાન પર નિર્ભર છે. કોઈ બીજુ જે મથુરાના સાંસદ બનવા માંગશે તેમને આપ બનવા નહીં દો. આપને બસ ફિલ્મ સ્ટાર જ જોઈએ થે મથુરામાં. રાખી સાવંતને પણ મોકલી દઈશું. તે પણ બની જશે'


એક વર્ષમાં બે વખત બ્રજ આવી ગઈ છે કંગના-
આપને જણાવી દઈએ કે વર્ષમાં બે વખત બ્રજની મુલાકાતે કંગના આવી ગઈ છે. તે કેટલાક દિવસ પહેલા પણ પરિવાર સાથે વૃંદાવન આવી હતી. મંદિરોમાં બાંકે બિહારીના દર્શન કરી પૂજા અર્ચના પણ કરી હતી. આ દરમિયાન તેઓએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે 'આ મારુ સૌભાગ્ય છે કે અમને ભગવાન કૃષ્ણ અને રાધ માને જોવાનું સૌભાગ્ય મળ્યું છે. તે વખતે તે ભગવાનના આશીર્વાદ લેવા આવી હતી. તે વખતે તેમણે ફિલ્મ ઈમરજન્સીની શૂટિંગ પૂર્ણ કર્યું હતું. જોકે એ વખતે કંગનાએ રાજકારણથી જોડાયેલા સવાલોનો જવાબ આપવાથી ઈનકાર કર્યો હતો


મથુરાથી સતત બે વખત ચૂંટણી જીતી ચુકી છે હેમા-
હેમા માલિની મથુરા લોકસભા સીટથી ભાજપની ટિકિટ પર સતત બે વખત ચૂંટણી જીતી ચુકી છે. પહેલા 2014માં ચૂંટણી જીતીને રાલોદના પ્રમુખ જયંત ચૌધરીને હરાવ્યા હતા અને પછી 2019માં રાલોદના કુંવર નરેન્દ્ર સિંહના ભારે મતોથી હરાવ્યા હતા.