નવી દિલ્હીઃ બોલિવૂડના નવા ચહેરા રણવિર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને રાજકુમાર રાવ સહિતના કલાકારોએ ગુરુવારે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. હજુ થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના નિર્માતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ફિલ્મ ઉદ્યોગ સામે રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ સરકારે ફિલ્મના ટિકિટો પરનો જીએસટી દર ઘટાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ શ્રેણીમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના કલાકારો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનો એજન્ડા શું હતું તે જાણવા મળ્યું નથી. આ બેઠકનો પ્રથમ ફોટો ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો, જેમાં રણવિર સિંહ સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. 


સવર્ણ અનામતઃ સંસદમાં પસાર થવાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં ફેંકાયો પડકાર


સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ફિલ્મ નિર્માતા કરણ જોહરે આ બેઠકનું આયોજન કર્યું હતું. ફિલ્મ ઉદ્યોગના આ પ્રતિનિધિમંડળમાં નિર્દેશક અને કલાકારોનો સમાવેશ થાય છે. વડા પ્રધાનને મળવા પહોંચેલા બોલિવૂડના દિગ્દર્શક અને કલાકારોમાં રોહિત શેટ્ટી, રાજકુમાર રાવ, વિક્કી કૌશલ, આયુષમાન ખુરાના, ભૂમિ પેડનેકર અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતા. 


વડા પ્રધાન સાથે 19 ડિસેમ્બરમા રોજ થયેલી બેઠક બાદ સોશિયલ મીડિયા પર એવી ટીકા થઈ હતી કે આ પેનલમાં એક પણ મહિલા પ્રતિનિધિ નથી. ત્યાર બાદ પેનલમાં આલિયા અને ભૂમિનો સમાવેશ કરાયો હતો. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...