મુંબઈ: બોમ્બે હાઈકોર્ટ (Bombay HIgh Court) માં મુંબઈ (Mumbai) ના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Param Bir Singh) ની અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન જજે અત્યાર સુધી આ મામલે એફઆઈઆર ન નોંધાવવા અંગે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે જ્યાં સુધી એફઆઈઆર દાખલ ન થાય ત્યાં સુધી સીબીઆઈ તપાસના આદેશ કેવી રીતે અપાય. અત્રે જણાવવાનું કે પરમબીર સિંહે અરજીમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) વિરુદ્ધ સીબીઆઈ તપાસની માગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીફ જસ્ટિસે કહ્યું-એફઆઈઆર વગર, સીબીઆઈ તપાસ નહીં
કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે તમે એક ઉદાહરણ બતાવો, કે જ્યારે એફઆઈઆર વગર હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હોય. હું પોલીસને FIRનો આદેશ આપીશ પછી તપાસ સીબીઆઈને સોંપવામાં આવી શકે છે. 


આ અરજીમાં વ્યક્તિગત રૂચિ-એડવોકેટ જનરલ
સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ કહ્યું કે આ જનહિત અરજી યોગ્ય નથી. તેમાં વ્યક્તિગત રૂચિ છે. સુપ્રીમ કોર્ટમાં સીવિલ સાઈડમાં વ્યક્તિગત પીટીશન કરાઈ હતી જ્યારે હાઈકોર્ટમાં ક્રિમિનલ સાઈડમાં જનહિત અરજી દાખલ કરાઈ છે. કુંભકોણીએ ચુકાદાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમાં સ્વચ્છ હ્રદય અને સ્વચ્છ મનની વાત કરાઈ છે. પરંતુ અહીં તો હાથ અને મન બંને ગંદા છે. 


સુપ્રીમ કોર્ટે આપ્યો હતો હાઈકોર્ટ જવાનો આદેશ
અત્રે જણાવવાનું કે આ અગાઉ મુંબઈ (Mumbai)  પોલીસ કમિશનરના પદેથી બદલી કરાયા બાદ પરમબીર સિંહે (Param Bir Singh)  સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પરમબીર સિંહે 25 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ રિટને બોમ્બે હાઈકોર્ટમાં જનહિત અરજીમાં ફેરવી હતી.


પરમબીર સિંહે લગાવ્યા છે ગંભીર આરોપ
મુંબઈ (Mumbai) ના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)  ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલોમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરીને તેમને પહોંચાડે. 


West Bengal Election: પ.બંગાળમાં જો ભાજપ સત્તામાં આવે તો કોણ બનશે મુખ્યમંત્રી? જાણો જવાબ 


Corona Update: કોરોના સંક્રમણની સ્થિતિ 'બદથી બદતર', આખા દેશ પર તોળાઈ રહ્યું છે જોખમ-સરકાર


PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો
 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube