નાગપુરઃ Bombay High Court: બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રોહિત બી દેવે શુક્રવાર (4 ઓગસ્ટ) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બોમ્બે હાઈકર્ટની નાગપુર બેંચના જસ્ટિસ રોહિત દેવે ખુલી અદાલતમાં રાજીનામું આપી દીધું. આ સાથે તેમણે રાજીનામું આપવા માટે અદાલતમાં માફી પણ માંગી હતી. તેમણે કહ્યું કે તેમના મનમાં કોઈ પ્રત્યે કઠોર ભાવના નથી અને જો તેમણે કોઈને ઠેંસ પહોંચાડી છે તો તેનું દુખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં બેઠેલા જસ્ટિસ રોહિત દેવ એ બેંચમાં હતા જેણે ગયા વર્ષે પ્રોફેસર જીએન સાઈબાબાને માઓવાદી લિંક કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. બાદમાં, સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને સ્થગિત કરી દીધો અને મામલો અન્ય બેંચને મોકલવાનો આદેશ આપ્યો.


મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવ પર પણ લગાવ્યો હતો પ્રતિબંધ
હાલમાં જસ્ટિસ રોહિત દેવની આગેવાનીવાળી એક પીઠે સમૃદ્ધિ એક્સપ્રેસવે પરિયોજના પર કામ કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી દંડાત્મક કાર્યવાહીને રદ્દ કરવા માટે મહારાષ્ટ્ર સરકારને અધિકાર આપનાર એક સરકારી પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 


આ પણ વાંચોઃ ગુજરાતના 21 સહિત કુલ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પીએમ મોદી રાખશે આધારશિલા


2017માં બન્યા હતા હાઈકોર્ટના જજ
જસ્ટિસ રોહિત દેવને 2017માં બોમ્બે હાઈકોર્ટની બેંચમાં ઉન્નત કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા તેઓ રાજ્યના એડવોકેટ જનરલ હતા. તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ કામ કર્યું છે.


જસ્ટિસ દેવ કોણ છે?
જસ્ટિસ દેવનો જન્મ ડિસેમ્બર 1963માં થયો હતો અને તેમણે જૂન 2017માં ન્યાયાધીશ તરીકે બઢતી મેળવતા પહેલા મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ અને નાગપુરમાં એડિશનલ સોલિસિટર-જનરલ તરીકે સેવા આપી હતી. તેઓ ડિસેમ્બર 2025માં નિવૃત્ત થવાના હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube