બોમ્બે હાઈકોર્ટે હાલમાં જ પતિ દ્વારા પત્ની માટે કરવામાં આવેલી મરાઠી ભાષામાં કમેન્ટ 'તુલા અક્કલ નહીં, તુ વેદી અહેસ' કે જેને ગુજરાતીમાં કહેવું હોય તો 'તારામાં બુદ્ધિ નથી, તું પાગલ છે' પર મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે આવી ટિપ્પણી ત્યાં સુધી દુર્વ્યવહાર નથી જ્યાં સુધી તેના વિશે કોઈ સંદર્ભ આપવામાં આવ્યો નહોય. હાઈકોર્ટે શુક્રવારે પત્ની દ્વારા પતિ પર લગાવવામાં આવ્લો માનસિક અને શારીરિક શોષણનો આરોપ પણ ફગાવી દેવાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ નિતિન ડબલ્યુ સામ્બ્રે અને શર્મિલા દેખમુખની બેન્ચ ફેમિલી બેન્ચ દ્વારા અપાયેલા ચુકાદાને પડકારવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.  હાઈકોર્ટે કહ્યું કે  'તુલા અક્કલ નહીં, તુ વેદી અહેસ' જેવી વાતો ત્યાં સુધી દુર્વ્યવહાર નથી જ્યાં સુધી તેના વિશે કોઈ સંદર્ભ આપવામાં આવ્યો નહોય એટલે એમ કહી શકાય કે આવી વાતો કોઈ પણ યોગ્ય સંદર્ભ વગર ઉપયોગ ન કરી શકાય. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે આવા શબ્દો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા હોય છે. આવા શબ્દ સન્માનજનક ભાષાના રૂપમાં યોગ્ય નથી. જો અપમાનિત કરવાના સંદર્ભમાં આવું કહેવામાં આવ્યું હોય તો તે યોગ્ય નથી. 


અત્રે જણાવવાનું કે એક અરજીમાં પત્નીએ આવા ઉદાહરણોને ટાંકીને પતિ પર માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. પત્નીનો આરોપ હતો કે પતિ મોડી રાતે ઘરે પાછો ફરતો હતો અને બહાર જવાનું કહીએ તો બોલતો હતો. જો કે કોર્ટે કહ્યું કે પત્નીએ તે ઘટનાઓનું વિશિષ્ટ વિવરણ આપ્યું નથી જેમાં આવી વાતોનો ઉપયોગ થયો હોય. આથી ફક્ત શબ્દો બોલવા એ અપમાનજનક ભાષા ન કહી શકાય. 


આ કપલના લગ્ન 2007માં થયા હતા પરંતુ લગ્નના થોડા સમય બાદ મતભેદોનો સામનો કરવો પડ્યો. પતિએ  તર્ક આપ્યો કે પત્નીને પહેલેથી જ ખબર હતી કે તેઓ જોઈન્ટ ફેમિલીમાં રહેવાના છે પરંતુ આમ છતાં લગ્ન પછી ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું અને અલગ રહેવા માંગતી હતી. પતિએ એ પણ આરોપ લગાવ્યો કે પત્નીએ તેના માતા પિતાનું સન્માન ન કર્યું અને તેમની દેખભાળ ન કરી તથા સાસરીયાનું ઘર છોડી દીધુ. 


બીજા બાજુ પત્નીએ એવો દાવો કર્યો કે તેનું લગ્નજીવન ખરાબ સપના જેવું હતું અને પહેલા તેણે ક્યારેય આવા ખરાબ વ્યવહારનો સામનો કર્યો નહતો. હાઈકોર્ટે નિર્ધારિત કર્યું કે એફઆઈઆરની તપાસમાં જાણવા મળ્યું કે પત્નીએ પતિ પર ખોટો આરોપ લગાવ્યો હતો અને આ આરોપ કેસ દરમિયાન તેની જુબાની સાથે મેળ ખાતા નહતા. કોર્ટે તારણ કાઢ્યું કે પત્ની દ્વારા લગાવવામાં આવેલું બેજવાબદાર અને ખોટા પાયાવિહોણા આરોપ અને પુરાવા દ્વારા તેને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ હોવું ક્રુરતા સમાન હશે અને પતિને વિવાહ વિચ્છેદનો હકદાર બનાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube