દુષ્કર્મ અને ઠગાઇ મુદ્દે મિથુન ચક્રવર્તીની પત્ની અને પુત્રની મુશ્કેલીઓમાં વધારો
દિલ્હીની કોર્ટના આદેશ બાદ મહાઅક્ષય અને તેની માંએ બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો
મુંબઇ : મુંબઇ હાઇકોર્ટએ બલાત્કાર અને ઠગાઇની એક ફરિયાદ અંગે અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્ની અને તેનાં પુત્રની ધરપકડથી વેચવા માટે કમચલાઉ રાહત આપવાનો ગુરૂવારે ઇન્કાર કરી દીધો. આ ફરિયાદ દિલ્હીની એક મહિલાએ દાખલ કરી છે. દિલ્હીની એક કોર્ટે આ અઠવાડીયે કહ્યું હતું કે, મિથુનની પત્ની યોગિતા બાલી અને તેનો પુત્ર મહાઅક્ષય ઉર્ફે મિમોહની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અને કાયદાના અનુસાર આગળની કાર્યવાહી માટે પ્રાથમિક પુરાવા અને પુરતો આધાર છે.
દિલ્હી કોર્ટનાં આદેશ બાદ મહાઅક્ષય અને તેની માંએ બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે કોર્ટની ધરપકડ પુર્વે જામીન અથવા રાષ્ટ્રીય રાજધાનીમાં સંબંધિક કોર્ટનો સંપર્ક કરતા સુધી ધરપકડથી અંતરિમ રાહતનો અનુરોધ કર્યો હતો. ન્યાયમૂર્તિ અજય ગડકરીએ તેમની અરજી ફગાવી દીધી અને અંતરિમ રાહત પ્રદાન કરવાનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, ધરપકડ પહેલા જામીન માટે બંન્ને દિલ્હીમાં સંબંધિત કોર્ટનો સંપર્ક કરી શકે છે. ફરિયાદકર્તાએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો કે મહાઅક્ષયે તેની સાથે ઠગાઇ કરી અને લગ્નનું વચન આપીને આશરે ચાર વર્ષ સુધી શારીરિક સંપર્ક ગણાવ્યા બાદ દુષ્કર્મ કર્યું.
રોહણી કોર્ટે ફરિયાદનાં આદેશ આપ્યા હતા.
દિલ્હીની રોહિણી કોર્ટે ગત્ત 2 જુલાઇના રોજ પોલીસને યોગિતા બાલી અને મહાઅક્ષયની વિરુદ્ધ યૌન ઉત્પીડન, સંમતી વગર ગર્ભપાત કરાવાનાં આરોપમાં રિપોર્ટ દાખલ કરવા માટેના આદેશ આપ્યા હતા. રોહિણી કોર્ટનાં મહાઅક્ષય ચક્રવર્તીની વિરુદ્ધ રેપના આોપમાં બેગમપુર પોલીસ સ્ટેશનની ફરિયાદ દાખલ કરવા માટેના આદેશ આપ્યા હતા. મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય એટલે કે મિમોહ ચક્રવર્તી અને મદાલસા શર્માના લગ્ન આ મહીને યોજાવાનાં હતા. મદાલસા શર્મા બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શીલા શર્મા અને ડાયરેક્ટર સુભાષ શર્માની પુત્રી છે. જો કે અચાનક આ પ્રકારનાં આરોપો લાગતા ચક્રવર્દી પરિવાર મુશ્કેલીમાં ફસાયો છે.