sexual harassment: જાતીય સતામણીથી છોકરા અને છોકરીઓ બંને નથી બાકાત, આ કાયદો જાણશો તો ફાયદામાં રહેશો
Indian law on sexual harassment: ભારતમાં છોકરીઓ કે છોકરાઓ જાતીય સતામણી વિશે ખુલીને વાત કરતા નથી. જો કે, થોડા સમય પહેલા ચલાવવામાં આવેલ Me Too અભિયાનમાં ઘણા VIP કેસો પણ સામે આવ્યા હતા. પરંતુ આ ભાગ્યે જ થાય છે. જાતીય સતામણી હવે સમાન્ય બની ગઈ છે.
Indian law on sexual harassment: ભારતમાં છોકરીઓ કે છોકરાઓ જાતીય સતામણી વિશે ખુલીને વાત કરતા નથી. જો કે, થોડા સમય પહેલા ચલાવવામાં આવેલ Me Too અભિયાનમાં ઘણા VIP કેસો પણ સામે આવ્યા હતા. પરંતુ આ ભાગ્યે જ થાય છે. જાતીય સતામણી હવે સમાન્ય બની ગઈ છે. ભારત હોય કે વિશ્વનો કોઈપણ દેશ યૌન શોષણને અટકાવવું એ અઘરું છે. જાતીય સતામણીના કિસ્સા છોકરાઓ અને છોકરીઓ બંને સાથે બને છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં ભોગ છોકરીઓ બને છે. જેમાં કાર્યસ્થળ પર બોસ અથવા સહકર્મી દ્વારા આ જાતિય સતામણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ક્યારેક કોલેજ અને સ્કૂલમાં મિત્રો સાથે મુશ્કેલી સર્જાય છે. બસ અને ટ્રેનમાં સગાસંબંધીઓથી લઈને અજાણ્યા લોકોને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.
જાતીય સતામણી શું છે?
ભારત જેવા ગ્રામીણ વાતાવરણવાળા દેશમાં, મોટાભાગના લોકોને ખબર નથી કે કઈ વસ્તુઓ જાતીય સતામણીના દાયરામાં આવશે. જાતીય સતામણીનો અર્થ એ છેકે એવી દરેક જાતીય પ્રવૃત્તિ જે છોકરા કે છોકરીની મરજી વિના થાય છે.
આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે
- છોકરા/છોકરીને ગંદા મેસેજ મોકલો
- ખરાબ વાતો કરવી
- ગંદી ટિપ્પણી કરવી અથવા છોકરી પર સીટી મારવી
- તેણીની સંમતિ વિના ગંદા ઇરાદા સાથે સ્પર્શ કરવો
- સેક્સ લાઈફ વિશે જાણવાનો પ્રયાસ કરવો
- ફોન પર અથવા સામસામે અશ્લીલ મજાક કરવી
આ પણ વાંચો:
આ રાશિના જાતકો ભૂલો કરવામાં હોય છે નંબર 1, પોતે જ પોતાનું કરે છે નુકસાન!
શું તમે પણ કલાકો સુધી reels જોવો છો? સાવચેત રહેજો નહીંતર આ બીમારીનો બની શકો છો શિકાર
Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો
કલમ 354-c શું છે
કલમ 354-C એવા મામલાઓ સાથે સંબંધિત છે જેમાં અશ્લીલ વીડિયો બનાવવામાં આવે છે. એટલું જ નહીં. જો કોઈ ખાનગી કામ જાહેરમાં ફેલાવવામાં આવશે તો તે પણ આ કલમ હેઠળ આવશે. જો આવી ફરિયાદ કરવામાં આવે અને તપાસમાં આક્ષેપો સાચા જણાશે. તો સંબંધિત વ્યક્તિને 3 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.
કલમ 354-D શું છે
જાતીય સતામણીના કેસમાં કલમ 354-ડી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં પીછો કરવાના અને છેડતી કરવાના કિસ્સાઓ આવે છે છે. મતલબ કે જો કોઈ છોકરીનો બળપૂર્વક પીછો કરવામાં આવે છે. તેને વાત કરવાની ફરજ પડાય તો યુવતી કલમ 354-ડી હેઠળ ફરિયાદ કરી શકે છે. જો આરોપો સાબિત થશે તો યુવકને 3 વર્ષથી 5 વર્ષની સજા થશે અને દંડ પણ લાગશે.
જાતીય સતામણી પર ભારતીય કાયદો
યૌન શોષણને રોકવા માટે બંધારણની કલમ 354માં જોગવાઈ છે. જો આમાં આરોપો સાબિત થાય તો આરોપીઓ સામે IPCની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. 2013 પછી આ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને તેને 4 પેટાકલમમાં ફેરવવામાં આવ્યો. 354-A, 354-B, 354-C, 354-D.
કલમ 354-A શું છે
બળજબરીથી શારીરિક સંબંધોથી લઈને અશ્લીલ મેસેજ મોકલવા અને ગંદી ટિપ્પણી કરવી તેમજ ગંદા ઈરાદાથી સ્પર્શ કરવાના મામલામાં કલમ 354-A હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જો સંબંધિતો પર આ તમામ આરોપો સાબિત થાય છે તો દંડની સાથે 3 વર્ષની સજા પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને અશ્લીલ વિડીયો બતાવશે તો તે કેસ પણ આ કલમ હેઠળ આવશે.
આ પણ વાંચો:
માર્કેટમાં આવી ગયો છે દુનિયાનો સૌથી પાતળો 5G ફોન! વાયરલેસ ચાર્જિંગ અને કિંમત પણ ઓછી
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કલમ 354-બી શું છે
જો કોઈ મહિલા કે પુરૂષના બળજબરીથી કપડાં ઉતારવાનો પ્રયાસ કરવામાં આવે અથવા તેના કપડાં ઉતારવામાં આવે તો કલમ 354-બી હેઠળ 5 થી 7 વર્ષની સજા થઈ શકે છે. તે પણ બિનજામીનપાત્ર છે.