નવી દિલ્હી: દેશમાં હાલ યુવાઓ અને બાળકોમાં પબ્જી ગેમનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. આ ગેમ રમવા માટે મહિલાઓ પણ યુવાનોથી પાછળ નથી. જેના કારણે આ ગેમ ઘણી જગ્યાએ સમસ્યા બની ગઇ છે. પબ્જી ગેમના કારણે ચોરી અને હત્યા જેવી ઘટનાઓ વધવા લાગી છે. ત્યારે બાળકો ભણતરની સાથે બીજા બાળકો સાથે રમવાનું છોડી પબ્જી ગેમમાં જ ડૂબ્યા રહે છે. સાથે સાથે પબ્જી ગેમથી તેમના સ્વાસ્થ્ય અને મગજ પર પણ અસર પડી રહી છે. ત્યારે આ ગેમને રમવાને લઇને એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ઓરિસ્સા સરકારે બહાર પાડી મંત્રીઓની યાદી, જાણો કોને કયો વિભાગ મળ્યો


નીમચમાં પબ્જી ગેમ રમવાના કારણે 12માં ધોરણમાં અભ્યાસ કરતા 17 વર્ષના એક વિદ્યાર્થીનું મોત થયું છે. નીમચના ભૂતપૂર્વ કાઉન્સિલર હારૂન રશીદ કુરેશીના પુત્ર ફારૂખ ઉર્ફે છોટૂ તેના મોબાઇલમાં ગેમ રહી રહ્યો હતો. તે દરમિયાન ગેમ રમતા રમતા ફારૂક ગેમમાં એટલો ડૂબી ગયો હતો કે તેને અચાનક હાર્ટ એટક આવ્યો અને તેનું મોત નિપજ્યુ હતું. બાળકની ગેમ રમતા રમતા થયેલી આ હાલતને જોઇ બધા આઘાતમાં હતા. પરિવારજનો પણ વિચારમાં પડી ગયા હતા કે, ગેમ રમતા રમતા એવું તો શું થયું કે, ફારૂકને હાર્ટ એટક આવી ગયો.


વધુમાં વાંચો:- હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે


ફારૂકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ફારૂક ઘરમાં જ પબ્જી ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તે બેભાન થઇ ગયો હતો. એવામાં ફારૂકની આ હાલત જોઇ બધા આઘાતમાં આવી ગયા હતા અને કોઇને સમજાઇ રહ્યું ન હતું કે, ફારૂકને આખરે થયું શું છે. જો કે, પરિવારજનો તેને તાત્કાલીક હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરે જણાવ્યું કે, ફારૂકને હાર્ટ એટક આવ્યો છે અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.


વધુમાં વાંચો:- મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો શું છે કારણે?


પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલા પણ ગેમ રમતા રમતા ફારૂકને હાર્ટ એટક આવી ચૂક્યો છે. ફારૂક નસીરબાદની સેન્ટ્રલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ તે તેના પિતરાઇ ભાઇના લગ્ન પ્રસંગમાં સામેલ થવા તેના પરિવાર સાથે નીમચ આ્યો હતો. ફારૂકના મોત બાદ સમગ્ર પરિવારમાં જ્યાં ઉત્સવનો માહોલ હતો, તે માતમમાં ફરેવાઇ ગયો હતો.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...