ભારતનું આ ક્રિકેટ સ્ટેડિયમ બન્યું દુનિયાનો સૌથી મોટો રૂફ-ટોપ Solar Power Plant, પેદા કરશે વીજળી
વીજળીની વધતી જરૂરિયાતો અને વીજળી બચાવો અભિયાનો વચ્ચે દેશમાં સોલર એનર્જી (સૌર ઉર્જા)ના વધુમાં વધુ ઉપયોગની કોશિશ સતત જારી છે. લોકોને સોલર એનર્જીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા ભારત સરકાર અને અનેક રાજ્ય સરકારો પોત પોતાના સ્તર પર અભિયાનો ચલાવે છે.
નવી દિલ્હી: વીજળીની વધતી જરૂરિયાતો અને વીજળી બચાવો અભિયાનો વચ્ચે દેશમાં સોલર એનર્જી (સૌર ઉર્જા)ના વધુમાં વધુ ઉપયોગની કોશિશ સતત જારી છે. લોકોને સોલર એનર્જીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા ભારત સરકાર અને અનેક રાજ્ય સરકારો પોત પોતાના સ્તર પર અભિયાનો ચલાવે છે. આ અહેવાલો વચ્ચે હાલમાં જ ભારતીય રેલવે દ્વારા દેશના અનેક મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર રૂફ ટોપ સોલર પાવર પેનલ (Roof Top Solar Paower Panel) લગાવવાના અહેવાલો પણ આવે છે. વીજળીની વધતી જરૂરિયાત અને તેના કારણે કાર્બન ઉત્સર્જનની સમસ્યા પેદા થવાની સમસ્યાઓ વચ્ચે સૂર્ય ઉર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતનો વધતો ઉપયોગ, દેશના પર્યાવરણ માટે જરૂરી છે. આ જ ક્રમમાં દેશની આર્થિક રાજધાની મુંબઈના એક ક્રિકેટ સ્ટેડિયમમાં દુનિયાનું સૌથી મોટો રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા સંચાલિત મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ (Brabourne Stadium) ની છત પર સોલર પેનલ પ્લાન્ટ લગાવવામાં આવ્યાં છે. જેનાથી વાર્ષિક 11 લાખથી વધુ યુનિટ વીજળી પેદા થશે. આ રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટની મદદથી દર વર્ષે 1000 ટનથી વધુ કાર્બન ઉત્સર્જનના દરને પણ ઓછા કરી શકાશે.
સોલર એનર્જીથી સ્ટેડિયમને એક ચતુર્થાંશ વીજળી સપ્લાય
બ્રેબોન સ્ટેડિયમની છત પર સોલર પાવર પેનલ લગાવવાથી સ્ટેડિયમમાં નિયમિત વીજળીના ઉપયોગમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાશે. સ્ટેડિયમની છતો પર સોલર પેનલ લગાવનારી કંપની તાતા પાવરના એમડી અને સીઈઓ પ્રવીણ સિન્હાના જણાવ્યાં મુજબ હાલ સ્ટેડિયમમાં દર મહિને 4 લાખ કિલોવોટ વીજળીનો વપરાશ થાય છે. સોલર પેનલ લાગ્યા બાદ વીજળીના વપરાશમાં એક ચતુર્થાંશ એટલે કે 25 ટકા ઘટાડો થશે. સોલર પાવરના કારણે સ્ટેડિયમમાં વીજળીનો વપરાશ ઘટીને 3 લાખ કિલોવોટ મહિને રહેશે. સિન્હાએ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાને દેશના સૌથી જૂના ક્રિકેટ સ્ટેડિયમોમાંથી એક બ્રેબોન સ્ટેડિયમની છતના આખા બાગમાં સોલર પાવર પેનલ લગાવવા માટે ધન્યાવાદ પાઠવ્યા હતાં. તેમણે કહ્યું કે આ દુનિયાનો સૌથી મોટો રૂપ ટોપ સોલર પાવર પ્લાન્ટ હશે. સ્ટેડિયમમાં મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ હોવાથી કાર્બન ઉત્સર્જન (Carbon Emission) પણ વધુ થાય છે. સોલર એનર્જીના કારણે સ્ટેડિયમમાં દર વર્ષે લગભગ એક હજાર ટન કાર્બન ઉત્સર્જનના દર પણ ઓછા થશે. તેમણે જણાવ્યું કે સ્ટેડિયમમાં સોલર પેનલ લગાવવાનું કામ 100 દિવસોમાં પૂરું કરાયું છે.
25 વર્ષ સુધી કામ કરશે આ સોલર પાવર પ્લાન્ટ
બ્રેબોન સ્ટેડિયમની છત પર લગાવવામાં આવેલો સોલર પાવર પ્લાન્ટ આગામી 25 વર્ષો સુધી સ્ટેડિયમને વૈકલ્પિક ઉર્જા ઉપલબ્ધ કરાવશે. એક રિપોર્ટ મુજબ આ સોલર પાવર પેનલ પોતાના સમગ્ર જીવનકાળ દરમયાન લગભગ 3 કરોડ વીજળીનું ઉત્પાદન કરશે. તે 25 હજાર ટનથી વધુ કાર્બન ઉત્સર્જનને ઓછુ કરશે. વેકલ્પિક ઉર્જાનો ઉપયોગ અને કાર્બન ઉત્સર્જન ઓછુ કરવાના આંકડાની તુલના કરીએ તો તે 40000થી વધુ છોડ લગાવવા જેટલું ફાયદાકારક છે. બ્રેબોન સ્ટેડિયમમાં 360 વોટની 2200થી વધુ સોલર પેનલ લગાવવામાં આવી છે જેની મદદથી વાર્ષિક 11 લાખ યુનિટથી વધુ વીજળી પેદા થઈ શકે છે. રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલેશનની સાથે જ બ્રેબોન સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું એવું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે જેની છતો પર વીજળી પેદા કરી શકાય છે.
બ્રેબોન સ્ટેડિયમ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયો હતો આ પ્રયોગ
સ્ટેડિયમની છતો પર સોલર પાવર પ્લાન્ટ લગાવવાનો આ પ્રયોગ દેશમાં પહેલીવાર થયો નથી. આ અગાઉ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુ સ્થિત ચિન્નાસ્વામી સ્ટેડિયમની છતો ઉપર પણ સોલર પાવર પ્લાન્ટ લગાવવાનું કામ થઈ ચૂક્યું છે. ધી બેટર ઈન્ડિયા. કોમના રિપોર્ટ મુજબ ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુનિયાનું પહેલું એવું ક્રિકેટ સ્ટેડિયમ હતું જેની છતો પર સોલર પાવર પેનલ લગાવવામાં આવી હતી. 400 કિલોવોટના આ સોલર પ્લાન્ટનું નિર્માણ વર્ષ 2015માં થયું હતું. આ સોલર પાવર પેનલ માત્ર સ્ટેડિયમને જ નહીં પરંતુ ત્યાં લાગેલા વિશાળકાય ફ્લડ લાઈટ્સને પણ વીજળી પૂરવઠો સપ્લાય કરવામાં સક્ષમ છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૂફ ટોપ સોલર પ્લાન્ટનું નિર્માણ કરનારી કંપની મુજબ આ પેનલ સ્ટેડિયમમાં રોજનો 1700 યુનિટ વીજળી પુરવઠો સપ્લાય કરવામાં સક્ષમ છે. સોલર પેનલ લગાવતા પહેલા સ્ટેડિયમને વાર્ષિક 18 લાખ રૂપિયા વીજળીનો ખર્ચ થતો હતો. પરંતુ સોલર એનર્જીના ઉપયોગ બાદ વીજળીના બિલમાં 6 લાખ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો.