નવી દિલ્હી: તાજેતરમાં એક ભારતીય મિસાઈલ ભૂલથી પાકિસ્તાનમાં જઈને પડી. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ રીતે પાકિસ્તાનમાં મિસાઈલને પડવાની ઘટના ભૂલથી ઘટેલી ઘટના ગણાવી. રાજ્યસભામાં તેમણે આ ઘટના પર ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. સદનને ખાતરી અપાવી કે ભારતની વેપન સિસ્ટમ ખુબ સુરક્ષિત હાથોમાં છે. જો કે પાકિસ્તાન વાતનું વતેસર કરવાની કોશિશમાં લાગ્યું છે જેમાં તેને પછડાટ ખાવી પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં મિસાઈલ પડવા મામલે રક્ષામંત્રીનું નિવેદન
રક્ષામંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આદરણીય સભાપતિ મહોદય, હું આ ગરિમાપૂર્ણ સદનને 9 માર્ચ 2022ના રોજ ઘટેલી એક ઘટનાથી માહિતગાર કરવા માંગુ છું. આ ઘટના ઈન્સ્ટ્રક્શન દરમિયાન અજાણતા થયેલી મિસાઈલ રિલીઝ સંબંધિત છે. મિસાઈલ યુનિટના રૂટીન મેન્ટેઈનન્સ અને ઈન્સ્ટ્રક્શન દરમિયાન સાંજે લગભગ 7 વાગે દુર્ઘટનાવશ એક મિસાઈલ રિલીઝ થઈ ગઈ. બાદમાં જાણ થઈ કે આ મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી. આ ઘટના ખેદજનક છે. પરંતુ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનાથી કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયું નથી. 


The Kashmir Files: 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ વિશે પીએમ મોદીએ સંસદીય બોર્ડની બેઠકમાં આપ્યું મોટું નિવેદન


તેમણે વધુમાં કહ્યું કે સભાપતિ મહોદય હું સદનને સૂચિત કરવા માંગુ છું કે સરકારે આ ઘટનાને ખુબ ગંભીરતાથી લીધી છે અને આ માટે એક ઔપચારિક ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે. કથિત દુર્ઘટનાના સટીક કારણની તપાસ બાદ જ જાણકારી મળી શકશે. હું એ પણ કહેવા માંગીશ કે આ ઘટના સંદર્ભમાં ઓપરેશન્સ, મેન્ટેઈનન્સ અને ઈન્સ્ટ્રક્શન્સ માટે એસઓપીની સમીક્ષા પણ થઈ રહી છે. આપણે આપણી વેપન સિસ્ટમની સેફ્ટી અને સિક્યુરિટીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. આ સંબંધમાં જો કોઈ પણ પ્રકારની ખામી જોવા મળી તો તેને તરત દૂર કરવામાં આવશે. હું સદનને ખાતરી અપાવવા માંગુ છું કે આપણી મિસાઈલ સિસ્ટમ અત્યંત સુરક્ષિત અને ભરોસાપત્ર છે. આ ઉપરાંત આપણી સેફ્ટી પ્રોસિજર અને પ્રોટોકોલ ઉચ્ચ સ્તરીય છે અને સમયાંતરે તેની સમીક્ષા પણ કરવામાં આવે છે. આપણા આર્મ્ડ ફોર્સિસ ખુબ અભ્યસ્ત અને અનુશાસિત છે અને આ પ્રકારના સિસ્ટમને હેન્ડલ કરવાનો સારો અનુભવ ધરાવે છે. 


Hijab Case: ઈસ્લામમાં હિજાબ પહેરવો જરૂરી નથી, તે ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી, HC એ અરજી ફગાવી


પાકિસ્તાનની 124 કિમી અંદર જઈને પડી મિસાઈલ
અત્રે જણાવવાનું કે ભારતની બ્રહ્મોસ મિસાઈલ પાકિસ્તાનના 124 કિલોમીટર અંદર જઈને પડી. પાકિસ્તાને આ મામલે આપત્તિ જતાવી તો ભારતે આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો. પાકિસ્તાને કહ્યું હતું કે મિસાઈલ લગભગ 40,000 ફૂટની ઊંચાઈ પર અવાજથી ત્રણ ગણી ઝડપથી ઉડીને તેમના એરસ્પેસમાં ઘૂસી. મિસાઈલ 6 મિનિટ સુધી હવામાં રહી અને તે દરમિયાન કોઈ પણ વિમાન તેના રસ્તામાં આવી શકતું હતું. પાકિસ્તાનની જો કે સંયુક્ત તપાસની માગણી ભારતે ફગાવી દીધી હતી. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો જ્યાં અમેરિકાએ ખુલીને ભારતનું સમર્થન કર્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube