Hijab Case: ઈસ્લામમાં હિજાબ પહેરવો જરૂરી નથી, તે ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી, HC એ અરજી ફગાવી

હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો.  હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી દીધી છે.

Hijab Case: ઈસ્લામમાં હિજાબ પહેરવો જરૂરી નથી, તે ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી, HC એ અરજી ફગાવી

બેંગલુરુ: હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય નથી. ધર્મનો જરૂરી હિસ્સો નથી. કર્ણાટક હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. કોર્ટે મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તરફથી કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરીની માગણી અને 5 ફેબ્રુઆરીના રોજના સરકારી આદેશને પડકારતી તમામ અરજીઓ ફગાવી દીધી. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે 5 ફેબ્રુઆરીના સરકારી આદેશને અમાન્ય કરવાનો કોઈ મામલો બનતો નથી. 

મુસ્લિમ વિદ્યાર્થીનીઓની શું હતી માંગણી?
કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણ એસ દિક્ષિત અને જસ્ટિસ જેએમ કાજીની બેન્ચ ઉડુપીની છોકરીઓની અરજી પર સુનાવણી માટે બનાવવામાં આવી. આ છોકરીઓની માગણી હતી કે તેમને ક્લાસમાં શાળાના યુનિફોર્મ સાથે હિજાબ  પહેરવાની પણ મંજૂરી આપવામાં આવે. કારણ કે તે તેમની ધાર્મિક આસ્થાનો ભાગ છે. 

— ANI (@ANI) March 15, 2022

હિજાબ વિવાદ પાછળ CFI
અત્રે જણાવવાનું કે એક જાન્યુઆરીના રોજ ઉડુપીની એક કોલેજની 6 છોકરીઓએ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(CFI) તરફથી આયોજિત એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન કોલેજ પ્રશાસન તરફથી આ છોકરીઓને હિજાબ પહેરીને ક્લાસમાં આવતી રોકવા વિરુદ્ધ  કરાયું હતું. 

25 ફેબ્રુઆરી 2022ના રોજ કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેન્ચે પહેલી સુનાવણી 8 ફેબ્રુઆરી 2022ના રોજ કરી હતી. ત્યારબાદ 9 ફેબ્રુઆરી 2022ના રોજ સિંગલ બેન્ચે મામલો મોટી બેન્ચને મોકલ્યો. પછી 10 ફેબ્રુઆરી 2022ના રોજ 3 જજની બેન્ચે સુનાવણી શરૂ કરી અને આગામી આદેશ સુધી વિદ્યાર્થીઓને ધાર્મિક પોષાક પહેરવા પર રોક લગાવી દીધી હતી. 

— Mehbooba Mufti (@MehboobaMufti) March 15, 2022

મહેબૂબા મુફ્તીએ ઉઠાવ્યા સવાલ
કર્ણાટક હાઈકોર્ટના હિજાબ વિવાદ પરના ચુકાદા બાદ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ સવાલ ઉઠાવ્યા છે. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ  કરીને કહ્યું કે હિજાબ બેનને યથાવત રાખવાનો કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો ખુબ નિરાશાજનક છે. એકબાજુ આપણે મહિલાઓના સશક્તિકરણની વાતો કરીએ છીએ આમ છતાં આપણે તેમને એક સાધારણ વિકલ્પના અધિકારથી વંચિત કરી રહ્યા છીએ. આ ફક્ત ધર્મ વિશે નથી પરંતુ પસંદગીની સ્વતંત્રતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news