Period Leave: સુપ્રીમ કોર્ટે  (Supreme Court) કેન્દ્રને આદેશ આપ્યો છે કે તે મહિલાઓને પીરિયડ લીવ આપવા અંગે રાજ્યો અને અન્ય હિતધારકો સાથે વાતચીતને અંતે એક નીતિ ઘડે. સુપ્રીમ કોર્ટે દલીલ કરી હતી કે આ એક નીતિ વિષયક છે અને કોર્ટે તેના પર વિચાર ન કરવો જોઈએ. વાસ્તવિકતા એ પણ છે કે મહિલાઓને આવી રજા આપવા અંગેનો નિર્ણય પ્રતિકૂળ અને 'હાનિકારક' સાબિત થઈ શકે છે. કોર્ટને ડર છે કે આ કારણે મહિલાઓની નોકરીઓ જોખમમાં મૂકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક પોલિસી લેવલનો નિર્ણય છે. મહિલાઓને પીરિયડ લીવ મળવી જોઈએ કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને રાજ્યો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરીને મહિલા કર્મચારીઓ માટે માસિક ધર્મ પર એક આદર્શ નીતિ બનાવવાનો આદેશ આપ્યો છે.


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેંચે સ્પષ્ટ કહ્યું કે આ એક નીતિ વિષયક છે અને કોર્ટે તેના પર વિચાર ન કરવો જોઈએ. વધુમાં, મહિલાઓને આવી રજા આપવા અંગેનો SCનો આવો નિર્ણય પ્રતિકૂળ અને 'હાનિકારક' સાબિત થઈ શકે છે, કારણ કે નોકરી આપનારા તેમને નોકરી પર રાખવાનું ટાળી શકે છે. જેને કારણે સુપ્રીમે આ મામલે કેન્દ્રને નિર્દેશો પણ જાહેર કર્યા છે. 


પીરિયડ લીવ પર કઈ આદર્શ પોલિસી તૈયાર કરવામાં આવશે?
જો કે, બેન્ચે અરજદાર અને એડવોકેટ શૈલેન્દ્ર ત્રિપાઠી તરફથી હાજર રહેલા એડવોકેટ રાકેશ ખન્નાને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અને એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી સમક્ષ આ મામલો મૂકવાની મંજૂરી આપી હતી.


બેન્ચે આદેશ આપ્યો હતો કે, 'અમે સચિવને વિનંતી કરીએ છીએ કે તેઓ આ મામલાને નીતિ સ્તરે તપાસે અને તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી નિર્ણય લે અને જુઓ કે શું એક આદર્શ નીતિ ઘડી શકાય છે.' કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો રાજ્યો આ અંગે કોઈ પગલાં લેશે તો કેન્દ્રની પરામર્શ પ્રક્રિયા તેમના માર્ગમાં આવશે નહીં.


શું પીરિયડ લીવ મળવાથી કામ પર અસર થશે?
કોર્ટે અરજદારને પૂછ્યું કે જો પીરિયડ લીવ મંજૂર કરવામાં આવે તો તે મહિલાઓને વર્કફોર્સનો ભાગ બનવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારની રજા ફરજિયાત બનાવવાથી મહિલાઓ વર્કફોર્સથી દૂર થઈ જશે. બેન્ચે કહ્યું, "...અમે આ નથી ઈચ્છતા. આ વાસ્તવમાં સરકારની નીતિનું એક પાસું છે અને અદાલતોએ તેના પર ધ્યાન આપવું જોઈએ નહીં."


શું કેન્દ્ર સરકાર પીરિયડ લીવ અંગે કોઈ નિર્ણય લેશે?
અગાઉ, સર્વોચ્ચ અદાલતે દેશભરની ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ વુમનને માસિક ધર્મના દુખાવાથી રાહત મેળવવાની અરજીનો નિકાલ કર્યો હતો. ત્યારપછી કોર્ટે કહ્યું હતું કે આ મુદ્દો પોલિસીના દાયરામાં આવતો હોવાથી તેનો પક્ષ કેન્દ્ર સમક્ષ રજૂ કરી શકાય છે. વરિષ્ઠ વકીલે કહ્યું કે કેન્દ્રએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.


ભારતમાં મહિલાઓને પીરિયડમાં રજા મળી શકે?
મહિલાઓને પીરિયડ દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં એ મુદ્દો હાલ ચર્ચામાં છે. મહત્ત્વનું છેકે, ભારતમાં હાલમાં માત્ર 12 કંપનીઓ જ મહિલાઓને માસિક ધર્મમાં રજા આપે છે. 1992માં દેશના બિહાર રાજ્યથી થઈ હતી આ કામની શરૂઆત. 94 ટકા મહિલાઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. હાલ દેશભરમાં માત્ર બિહાર અને કેરળમાં આ પ્રકારે રજા મળે છે. બિહાર અને કેરળમાં મહિલાઓને વર્કપ્લેસમાં તેમના સમયગાળા દરમિયાન પેઈડ લીવ એટેલેકે, પૈસાની કપાત વિના રજા આપવામાં આવે છે. અલગ દેશોમાં ત્રણથી પાંચ દિવસ માટેની પીરિયડ પેડ લિવ્સ આપવામાં આવે છે.


હાલ દુનિયામાં કયા-કયા દેશોમાં મહિલાઓને મળે છે પીરિયડમાં લીવ?
જાપાન
દક્ષિણ કોરિયા
ઈટલી
રશિયા
ઓસ્ટ્રેલિયા
બ્રિટન


પીરિયડ દરમિયાન મહિલાઓને શું તકલીફ થાય છે?
મહિલાઓ પીરિયડમાં એટલેકે, માસિક ધર્મમાં હોય ત્યારે તેમના શરીરમાંથી બિનજરૂરી કચરો બહાર નીકળતો હોય છે. આ દરમિયાન તેમના શરીરમાંથી લોહી પણ વહી જતું હોય છે. જેને કારણે દર મહિનામાં પાંચ દિવસ મહિલાઓનો મૂડ સ્વીંગ થાય છે. તેમને શરીરમાં ઘણી તકલીફો થતી હોય છે. આવી સ્થિતિમાં તેમને કોઈ કામ કરવાનું મન થતું નથી. તેમના શરીરને આરામની જરૂર હોય છે.