2000 નોટ બદલવા શું કરવું? શું કોઈ ફોર્મ ભરવું પડશે? જાણો SBI એ નોટો બદલવા શું કહ્યું
શું મારે 2000 રૂપિયાની નોટ બદલવા માટે ફોર્મ ભરવું પડશે અને ID અરજી કરવી પડશે? જાણો ખરેખર શું છે સાચી હકીકત. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ મુદ્દે શું કહ્યું છે એ પણ જાણીએ...
નવી દિલ્હીઃ હાલ સૌ કોઈના મોઢા પર એક જ વાત છે 2000 ની નોટનું શું કરવાનું? કઈ રીતે જમા થશે નોટો? શું કોઈ ફોર્મ ભરવું પડશે? એના માટે શું કોઈ આઈડી આપવું પડશે? આ તમામ સવાલો પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલેકે, એસબીઆઈએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રૂ. 2000ની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે કોઈ ફોર્મ કે સ્લિપ કે IDની જરૂર નથી. આ અટકળો પર પૂર્ણવિરામ મુકતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની તમામ શાખાઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ ફોર્મ અથવા આઈડી કાર્ડની જરૂર નથી.
વર્ષ 2016માં RBI દ્વારા દેશમાં 2000 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. જોકે હવે આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે હવે લોકો 23 મેથી બેંકોમાં 2,000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકશે. તે જ સમયે, લોકો આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2023 સુધી કરી શકે છે. જો કે હવે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે લોકોએ ફોર્મ ભરવું પડશે અને આઈડી કાર્ડ પણ આપવું પડશે. ચાલો જાણીએ આ દાવાની સત્યતા શું છે?
વાસ્તવમાં, 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવા માટે કોઈ ફોર્મ અથવા સ્લિપ અથવા IDની જરૂર નથી. આ અટકળો પર પૂર્ણવિરામ મુકતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની તમામ શાખાઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ ફોર્મ અથવા આઈડી કાર્ડની જરૂર નથી. એસબીઆઈએ આજે તેની તમામ શાખાઓને માર્ગદર્શિકા જારી કરીને કહ્યું છે કે રૂ. 2000ની નોટ બદલવા માટે કોઈ રિક્વિઝિશન સ્લિપની જરૂર નથી.
2000 રૂપિયાની નોટ-
SBIએ કહ્યું કે 20000 રૂપિયાની કુલ 20000 રૂપિયાની નોટ એક જ વારમાં જમા અથવા બદલી શકાય છે. હકીકતમાં, SBI તરફથી આ સ્પષ્ટતા ત્યારે કરવામાં આવી છે જ્યારે સોશિયલ મીડિયા પર કથિત ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી કે પ્રતિબંધિત નોટો બદલવા માટે, આધાર કાર્ડ જેવા ઓળખ દસ્તાવેજો સબમિટ કરવા સાથે એક ફોર્મ ભરવું પડશે. જોકે, SBIએ હવે સ્પષ્ટ કર્યું છે કે લોકોએ ન તો કોઈ ફોર્મ ભરવાનું છે અને ન તો કોઈ આઈડી કાર્ડ આપવાનું છે.
આરબીઆઈની જાહેરાત-
તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જાહેરાત કરી હતી કે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. લોકો તેને 30 સપ્ટેમ્બર સુધી બદલી શકે છે અથવા તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) અને અન્ય બેંકોની 19 પ્રાદેશિક કચેરીઓ 2,000 રૂપિયા લેવાનું શરૂ કરશે. RBIએ કહ્યું કે 23 મેથી નોટો બદલી શકાશે.