Bilkis Bano SC Case: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ગુજરાત સરકારના આદેશને કર્યો રદ
Bilkis Bano Supreme Court Decision: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને બદલ્યો. 11 દોષિતોને સરકારે સજામુક્ત કર્યા હતા... હવે ફરી જેલમાં જવાનો વારો આવ્યો
Bilkis Bano SC Verdict : બિલ્કિસ બાનું કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સમય પહેલાં દોષિતોને છોડવાના ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાત સરકારને મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું દોષિતોની મુકિતનો નિર્ણય ગુજરાત સરકાર ના લઈ શકે. દોષિતોને મુક્ત કરવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે રહેશે.
કોર્ટે આરોપીઓને સમય પહેલા મુક્તિનો ગુજરાત સરકારનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત સરકાર નહીં, પરંતુ મહારાષ્ટ્ર સરકારને રિલીઝ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે.
બોરસદ પાસે અકસ્માતમાં ત્રણ યુવકોના મોત : કારનું એવુ પડીકું વળ્યું કે જીવ બચાવવા યુવકો બહાર નીકળી જ ન શક્યા
આરોપીને મુક્ત કરવા પર બિલ્કીસ બાનો સુપ્રીમ કોર્ટ ગયા હતા
2002 ગુજરાત રમખાણોની પીડિતા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. બિલકિસ બાનો તરફથી દાખલ પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો તો નિયમ ત્યાંના નિયમ લાગૂ થવા જોઈએ, ગુજરાતના નહીં. અત્યાર સુધી સુભાષિની અલી, રૂપરેખા વર્મા, મહુઆ મોઇત્રા સહિત ઘણા નેતા અને સામાજિક કાર્યકર્તા દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે ગુજરાત સરકારના આદેશને પડકાર્યો હતો.
ગાંધીનગરમાં કામથી જવાના હોય તો સાવચજો, સરકારી ઓફિસના સમયમાં થયો છે ફેરફાર
છુટેલા આરોપી સાથે એક મંચ પર જોવા મળ્યા હતા ભાજપના નેતા
સરકારની નળથી જળ યોજના સંબંધિત આ કાર્યક્રમમાં બિલ્કીસ બાનો કેસમાં દોષિત શૈલેષ ચીમનલાલ ભટ્ટ ભાજપ સાંસદ અને ધારાસભ્યની બાજુમા બેસેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના કરમાડી ગામમાં 25 માર્ચના રોજ આયોજિત કરાયો હતો.
વધુ એક જિલ્લામાંથી પકડાયું નકલી ટોલનાકું : અસલી નકલીના ભેદ વચ્ચે પીસાતી ગુજરાતી જનતા