LIVE: પીએમ મોદી માલદીવ પહોંચ્યા, બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ
વડાપ્રધાન મોદી શનિવારે કેરળના ગુરુવાયુર શ્રી કૃષ્ણા મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદી ગુરુવાયુર શ્રી કૃષ્ણ એચએસ ગ્રાઉન્ડમાં જાહેર સભાને પણ સંબોધન કરશે. ગુરુવયુરનું કૃષ્ણ મંદિર ખૂબ પ્રાચીન છે
નવી દિલ્હી: વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાના પહેલા પ્રવાસે છે. પીએમ મોદી આજે કેરળમાં જ રહેશે. પીએમ મોદી કેરળના ત્રિસુરમાં ભાજપના કાર્યકરોને સંબોધી રહ્યાં છે. આ અગાઉ તેમણે પ્રસિદ્ધ ગુરુવાયૂર મંદિરમાં ખાસ પૂજા કરી. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશના ગરીબોએ ઘર વેચવા ન પડે તે માટે અમે 5 લાખની સુવિધા આપી રહ્યા છીએ. પરંતુ કેરળના લોકોને આ સુવિધા મળી રહી નથી. કારણ કે અહીંની સરકારે આ સુવિધાને લાગુ કરવાની ના પાડી દીધી છે. અમે અપીલ કરીએ છીએ કે તેઓ સ્વીકારે જેથી કરીને કેરળના લોકો તેનો ફાયદો ઉઠાવી શકે.
8 જૂન 2019, 3.48 વાગે
બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પોતાના પહેલા વિદેશ પ્રવાસ અંતર્ગત પીએમ મોદી માલદીવ પહોંચ્યાં. માલે એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
8 જૂન 2019, 12.20 વાગે