LPG Price Hike: સવાર સવારમાં મોટો ઝટકો! ગેસના બાટલાના ભાવ વધી ગયા, જાણો કેટલો ફટકો પડ્યો
LPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.
LPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવમાં આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટમાં થયો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.
કોમર્શિયલ સિલિન્ડરનો વધ્યો ભાવ
ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6.50 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથેજ હવે દિલ્હીમાં ભાવ 1646 રૂપિયાથી વધીને 1652.50 રૂપિયા થઈ ગયો છે. આ અગાઉ 31 જુલાઈ સુધી 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1646 રૂપિયા હતો. ચારેય મહાનગરમાં આ ભાવવધારો જોવા મળ્યો છે. કોલકાતામાં જે સિલિન્ડર પહેલા 1756 રૂપિયામાં મળતો હતો તે હવે આજથી 1764.50 રૂપિયામાં મળશે. મુંબઈમાં ભાવ 1598 રૂપિયાથી વધીને 1605 રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે ચેન્નાઈમાં આ સિલિન્ડર માટે પહેલા 1809.50 રૂપિયા ચૂકવવા પડતા હતા અને આજથી હવે 1817 રૂપિયા આપવા પડશે. કંપનીઓએ કોલકાતામાં સૌથી વધુ 8.50 રૂપિયાનો વધારો કર્યો છે.
[[{"fid":"575870","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી
બીજી બાજુ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ સિલિન્ડર પહેલાની જેમ જ દિલ્હીમાં 8.3 રૂપિયાના ભાવે મળશે. આ ઉપરાંત 14.2 કિલોવાળો ઘરેલુ એલપીજી સિલિન્ડર કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં મળે છે. ઓઈલ કંપનીઓએ હવાઈ ઈંધણના ભાવમાં પણ વધારો કર્યો છે. તેના રેટમાં 3006.71/ કિલો લીટરની રીતે વધારો કરાયો છે. નવા રેટ આજથી જ લાગૂ થઈ ગયા છે.
[[{"fid":"575871","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]