દિલ્હીમાં 40થી વધુ શાળાઓમાં ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. આ ધમકી ઈમેઈલ દ્વારા મોકલવામાં આવી છે. 8 ડિસેમ્બરના રોજ રાતે લગભગ 11.38 વાગે શાળાઓમાં મેઈલ આવ્યો. મેઈલ મોકલનારાએ ત્રીસ હજાર ડોલરની માંગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોમ્બની ધમકી દિલ્હીના આરકે પુરમ વિસ્તારની ડીપીએસ અને પશ્ચિમ વિહારની જીડી ગોયંકા સ્કૂલને પણ મળી છે. ત્યારબાદ હવે બાળકોને સુરક્ષા કારણોસર ઘરે મોકલી દેવાયા છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ હવે શાળાઓમાં પહોંચીને તપાસ કરી રહી છે. 



મળતી માહિતી મુજબ દિલ્હીની 40થી વધુ શાળાઓને આવા ધમકીભર્યા ઈમેઈલ મોકલવામાંઆવ્યા છે. મોડી રાતે આવેલા મેઈલમાં કહેવાયું છે કે શાળાઓના કેમ્પસમાં બોમ્બ પ્લાન્ટ કરાયા છે, જો આ બોમ્બ ફાટી ગયા તો મોટું નુકસાન થશે. મેઈલ મોકલનારાએ બોમ્બ ન ફોડવાના બદલામાં 30 હજાર ડોલરની માંગણી કરી છે. પોલીસ હાલ તો આઈપી એડ્રસ અને આવા ધમકીભર્યા મેઈલ મોકલનારાઓની તપાસમાં લાગી છે.