મોટો નિર્ણય! સરકારી સ્કૂલોમાં જીન્સ-ટી શર્ટ પર પ્રતિબંધ, Reels બનાવશો તો પણ ગયા!
શિક્ષણ વિભાગના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર શિક્ષકોના ડાન્સ કરતા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. શાળાઓમાં ડીજે, ડિસ્કો અને અન્ય હલકી કક્ષાની પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. આ પ્રકારની પ્રવૃત્તિ ક્યાંય સ્વીકારી શકાય નહીં.
Bihar News: બિહારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની સરકારી શાળાઓ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે અને શિક્ષકોને જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જી હા.. વિભાગની સૂચના મુજબ હવે સરકારી શાળાઓમાં શિક્ષકો ફોર્મલ ડ્રેસમાં જ આવી શકશે.
કોણ હશે ટાટાનું આગામી 'રતન'? 3800 કરોડના સામ્રાજ્યનુ કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળ
બુધવારે શિક્ષણ વિભાગના નિદેશક (વહીવટ) કમ અધિક સચિવ સુબોધ કુમાર ચૌધરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી હતી. આદેશમાં શિક્ષકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ બનાવવા, ડાન્સ અને ડીજે વીડિયો અપલોડ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષકો અને અન્ય કર્મચારીઓને શાળામાં શિસ્ત જાળવવા સૂચના આપવામાં આવી છે.
રાજસ્થાનમાં જીવલેણ રોગની એન્ટ્રી; 51 વર્ષીય મહિલાનુ મોત, સામે આવ્યું અમદાવાદ કનેક્શન
શું કહેવામાં આવી છે મહત્વપૂર્ણ વાતો?
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં શિષ્ટાચાર અને શિષ્ટતાથી વર્તે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ એવું જોવામાં આવી રહ્યું છે કે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તૈનાત શિક્ષકો અને કર્મચારીઓ ઓફિસ વિરુદ્ધ અનૌપચારિક વર્તન (જીસ-ટીશર્ટ) કરી રહ્યા છે. ઉપરાંત, નૃત્ય, ડીજે, ડિસ્કો અને અન્ય નિમ્ન સ્તરની પ્રવૃત્તિઓ શાળાના પરિસરમાં સોશિયલ મીડિયા (ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ વગેરે) અને અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.
નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહી
શાળાના પરિસરમાં શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓનું આ પ્રકારનું વર્તન અને વ્યવહાર શૈક્ષણિક માહોલને નકારાત્મક બનાવે છે, જેને ક્યાંય સ્વીકારી શકાય નહીં. શિક્ષણ કેલેન્ડર મુજબ વિશેષ દિવસોમાં નૃત્ય, સંગીત વગેરેના શિસ્તબદ્ધ અને શિષ્ટ કાર્યક્રમો જ માન્ય છે.
એક નહીં 4-4 વાર પ્રેમ થયો છતાં પણ કેમ કુંવારા રહ્યા ઉદ્યોગ જગતના બાદશાહ રતન ટાટા
અધિકારીઓને આપી સૂચના
અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તૈનાત શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ માત્ર શિક્ષણ-કાર્યાલયના સમય દરમિયાન જ સન્માનજનક પહેરવેશમાં આવશે. તેનું પાલન સુનિશ્ચિત કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.