નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહી

Navratri 2024 : સાતમા નોરતે વરસાદ બન્યો વિલન... વડોદરા, નર્મદા, વલસાડ સહિતના વિસ્તારોમાં ગરબા દરમિયાન વરસ્યો વરસાદ... તો હજુ પણ 3 દિવસ છે વરસાદની આગાહી.. રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડશે વરસાદી ઝાપટા.. ખેડૂતોના જીવ પડીકે બંધાયા..

હવામાન વિભાગની આગાહી

1/5
image

ગુજરાતના નવરાત્રિના પર્વમાં હવે વરસાદ વિલન બન્યો છે. છ નોરતા શાંતિમય પસાર થયા બાદ હવે સાતમા નોરતાથી વરસાદની એન્ટ્રી થઈ છે. સાતમા નોરતે લગભગ 10 જેટલા જિલ્લાઓમાં વરસાદ ત્રાટક્યો હતો. તો કેટલાક જિલ્લામાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવે બાકીના નોરતા સો ટકા બગડવાના છે. કારણ કે, આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી  

2/5
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થયું. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લામાંહળવા વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે. 

પરેશ ગોસ્વામીની આગાહી

3/5
image

હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, 13 થી 18 ઑક્ટોબર 2024 દરમિયાન રાજ્યમા પડશે માવઠાના વરસાદ દરિયા કિનારા વિસ્તારમા તીવ્રતા વધુ જોવા મળશે 1 થી 2 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.   

વાવાઝોડુ પણ આવશે 

4/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં આજથી 12 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે. 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.

હજી વરસાદનો એક રાઉન્ડ આવશે 

5/5
image

xતેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં  ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે.