• નવાબ મલિકે કરાવ્યો ઝઘડો!

  • મહાયુતિમાં લડાઈ શરૂ થઈ ગઈ

  • ભાજપ-એનસીપીમાં અણબનાવ

  • દાઉદ સાથે લિંકનો આરોપ, ભાજપ નારાજ

  • ભાજપના વિરોધ છતાં NCPએ આપી ટિકિટ

  • MVAને પ્રહાર કરવાની મળી તક


ઝી બ્યૂરો, અમદાવાદઃ મહારાષ્ટ્રમાં નોમિનેશનની કામગીરી પૂરી થઈ ગઈ... પરંતુ બળવાખોરોના કારણે ખેંચતાણા વધારે તેજ થઈ ગઈ.. મહાયુતિમાં સૌથી મોટી લડાઈ નવાબ મલિકને લઈને છે... ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અજિત પવારે નવાબ મલિકની ઉમેદવારી પર મહોર લગાવી દીધી... જેના કારણે ભાજપ માટે સ્થિતિ અસહજ થઈ ગઈ... દાઉદ સાથે લીંક બતાવીને હુમલાખોર ભાજપ માત્ર એટલું બોલી રહી છેકે માનખુર્દમાં પ્રચાર નહીં કરે... જ્યારે MVA જૂથને ફરી એકવાર નિશાન સાધવાની તક મળી ગઈ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં
દીકરીને NCPમાં અપાવી ટિકિટ....
પછી
પોતે અપક્ષ અને NCP ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ...
વાત મહારાષ્ટ્રમાં NCPના નેતા નવાબ મલિકની થઈ રહી છે... માનખુર્દ શિવાજી નગર બેઠક પરથી નવાબ મલિકે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરી દીધું.... તેની સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો... 


નવાબ મલિકને ઉમેદવાર બનાવીને અજિત પવારે પોતાની મિત્રતા નિભાવી દીધી.. અને બીજીબાજુ ભાજપના વિરોધને હથિયાર બનાવીને તેમણે બેવડી ચાલ રમી દીધી... જેના કારણે ભાજપની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે... અને તેનો ખુલાસો તેમણે જાહેરમાં આવીને કરી પણ દીધો... 


ટ્રાન્સ- ભાજપની ભૂમિકા શરૂઆતથી સ્પષ્ટ રહી છે. મહાયુતિના તમામ પક્ષોને પોત-પોતાના ઉમેદવાર ઉતારવાનો અધિકાર છે. જ્યાં સુધી નવાબ મલિકના NCPમાંથી નામાંકનનો સવાલ છે. દેવેન્દ્ર ફડણવીસ અને મેં આ સંબંધમાં વારંવાર ભાજપની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભાજપ નવાબ મલિક માટે પ્રચાર નહીં કરે. જે શખ્સનો સંબંધ દાઉદ સાથે છે. ભાજપ તેને ક્યારેય પ્રમોટ નહીં કરે.))


હવે તમારા મનમાં એમ થતું હશે કે નવાબ મલિકનો પ્રચાર કરવાનો ભાજપે કેમ ઈનકાર કરી દીધો?... તો તે પણ સમજી લો....
નવાબ મલિક પ્રત્યેના અજિત પવારના પ્રેમથી ભાજપ અસહજ હતું... 
ભાજપના નેતા નવાબ મલિકને અંડરવર્લ્ડ દાઉદ ઈબ્રાહિમના ખાસ ગણાવે છે....
દાઉદ સાથે લિંક ગણાવીને ભાજપે વિરોધ નોંધાવ્યો હતો...
વિરોધ છતાં અજિત પવારે ટિકિટ આપી દીધી....


ભાજપે પોતાનો પ્રચાર કરવાનો ઈનકાર કરતાં નવાબ મલિકનું નિવેદન પણ સામે આવી ગયું....નવાબ મલિકે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે ભાજપ સાથે અજિત પવારે પોલિટિકલ એડજસ્ટમેન્ટ કર્યુ છે... જોકે ભાજપ સાથે એનસીપીની વૈચારિક લડાઈ ક્યારેય ખતમ નહીં થાય... માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક પર નવાબ મલિકનો મુકાબલો સમાજવાદી પાર્ટીના અબુ આઝમી સામે થવાનો છે... તેના પર કોની જીત થશે તે અંગે નવાબ મલિકે મતદાન પહેલાં જ મોટો દાવો કરી દીધો...અજિત પવારની એક ચાલથી ગઠબંધનમાં સાથીદાર ભાજપની મુશ્કેલી વધી ગઈ છે... તો મહાવિકાસ અઘાડીને ભાજપ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે...