પશ્વિમ બંગાળમાં આવતીકાલથી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, ફક્ત જરૂરી સેવાઓ રહેશે ચાલુ
પશ્વિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આવતીકાલથી બંગાળમાં જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ જ બંધ રહેશે. કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત વાગ્યાથી 10 વાગ્યા સુધી (ફક્ત 3 કલાક) ખુલી રહેશે
કલકત્તા: પશ્વિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આવતીકાલથી બંગાળમાં જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ જ બંધ રહેશે. કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત વાગ્યાથી 10 વાગ્યા સુધી (ફક્ત 3 કલાક) ખુલી રહેશે. જ્યારે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બેંક ખુલશે. લોકડાઉનમાં સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. લોકલ ટ્રેન, બસ સેવા પણ બંધ રહેશે. તમામ સ્કૂલ પણ બંધ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળ (West Bengal) માં કોરોના સંક્રમણના પ્રકોપથી ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઇ રહ્યા છે અને 100થી વધુ સંક્રમિતોના મોત થઇ રહ્યા છે.
Weather Updates: કેરલમાં સમય પહેલાં એન્ટ્રી કરી શકે છે મોનસૂન, IMD એ કહી આ વાત
પશ્વિમ બંગાળ (West Bengal) માં ગઇકાલે સૌથી વધુ 20,846 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ કેસ વધીને 10,94,802 થઇ ગયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના કારણે 136 લોકોના મોત થયા બાદ મૃતકોની સંખ્યા 12,993 થઇ ગઇ છે. જોકે રાજ્યમાં ગુરૂવારથી 19,131 લોકો સ્વસ્થ્ય થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube