Weather Updates: કેરલમાં સમય પહેલાં એન્ટ્રી કરી શકે છે મોનસૂન, IMD એ કહી આ વાત

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, હરિયાણા અને પશ્વિમી યૂપીના કેટલાક ભાગોમાં આગામી કલાકોમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે સાથે ભારે વરસાદનું અનુમાન છે.

Weather Updates: કેરલમાં સમય પહેલાં એન્ટ્રી કરી શકે છે મોનસૂન, IMD એ કહી આ વાત

નવી દિલ્હી: દેશમાં આ વખતે મોનસૂન (Monsoon) સમય પહેલાં પહોંચી ગયું છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, હરિયાણા અને પશ્વિમી યૂપીના કેટલાક ભાગોમાં આગામી કલાકોમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ ક્ષેત્રોમાં દિલ્હી, હરિયાણાના ફારૂખનગર, ઝજ્જર, પલવલ, હોડલ, માનેસર, ગુરૂગ્રામ, ફરીદાબાદ, તિજારા અને પશ્વિમી યૂપીના કેટલાક જિલ્લા સામેલ છે. 

મોનસૂનને લઇને આ ભવિષ્યવાણી
તો બીજી તરફ હવામાન વિભાગે શુક્રવારે આ જાણકારી શેર કરી છે. જાણકારી અનુસાર કેરલમાં દક્ષિણ પશ્વિમ મોનસૂન આ વખતે 31 મે સુધી પહોંચી શકે છે. જ્યારે સામાન્ય અરીતે આ પ્રદેશમાં મોનસૂન એક જૂન સુધી આવે છે. IMD દ્વારા કહેવામાં આવ્યું છે કે 'આ વર્ષે દક્ષિણ-પશ્વિમ મોનસૂન કેરલમાં 31 મેના રોજ દસ્તક આપી શકે છે. 

— India Meteorological Department (@Indiametdept) May 15, 2021

તમને જણાવી દઇએ કે ભારતીય મોનસૂન ક્ષેત્રમાં મોનસૂનના વરસાદની શરૂઆત દક્ષિણ અંદમાન સાગરથી થાય છે. અહીં વરસાદ થયા બાદ મોનસૂની હવાઓ ઉત્તર પશ્વિમ દિશામાં બંગાળની ખાડી તરફ આગળ વધે છે. 

— India Meteorological Department (@Indiametdept) May 14, 2021

આ વર્ષે સામાન્ય રહેશે મોનસૂન
હવામાન વિભાગે આ વર્ષે મોનસૂન સામાન્ય રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. IMD ના અનુસર 'આ વર્ષે દક્ષિણ-પશ્વિમ મોનસૂનના કેરલ પહોંચવાની જે તારીખ જણાવવામાં આવી છે તે અનુમાનમાં ચાર દિવસ વધુ અથવા ઓછા થઇ શકે છે. 

હવામાન વિભાગે જણાવ્યું કે અરબ સાગરની ઉપર ચક્રવાત બનવાના અણસાર છે. તો બીજી તરફ 20 મેથી બંગાળની ખાડીમાં મજબૂત અને તેજ થઇ શકે છે. એવામાં 21 મેથી બંગાળની ખાડી અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં વરસાદ થવાનું અનુમાન છે. તેના કારણે મોનસૂન 21 મેના રોજ અંદમાન નિકોરબાર દ્વીપસમૂહમાં પહોંચી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news