પ્રેમમાં દિલ તૂટે તો મોટાભાગે લોકો નિરાશ થઈ જતા હોય છે. કેટલાક લોકો આઘાતમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી લે છે જ્યારે કેટલાક લોકો માટે આ કોઈ આઘાતમાંથી બહાર નીકળવામાં ઘણો સમય લઈ લે છે. આવા લોકો માટે એક ખબર આશાનું કિરણ બની શકે છે. સોશિયલ મીડિયા પર હાલ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ ખુબ ચર્ચામાં છે. જે પ્રેમમાં દગો ખાઈ ચૂકેલા લોકોને ફરીથી આત્મવિશ્વાસ મેળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ?
સોશિયલ મીડિયા પર પ્રતિક આર્યન નામના એક ટ્વિટર યૂઝરની પોસ્ટ હાલ ખુબ વાયરલ થઈ રહી છે. પ્રતિકે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેણે અને તેની ગર્લફ્રેન્ડે તેમની પ્રેમકહાની શરૂ કરતી વખતે નક્કી કર્યું હતું કે તેઓ દર મહિને એક જોઈન્ટ એકાઉન્ટમાં 500 રૂપિયા જમા કરશે. બંનેએ એવી સંધિ કરી હતી કે જે પણ દગો ખાશે તેને આ પૂરેપૂરી રકમ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ તરીકે આપી દેવામાં આવશે. ત્યારબાદ પ્રતિકે આ મુદ્દે 25 હજાર રૂપિયા મળ્યાની વાત કરી છે. તેનો અર્થ એ થયો કે તેનો બ્રેકઅપ થયું અને તેને હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ તરીકે 25 હજાર રૂપિયા મળ્યા છે. પ્રતિકે બીજી ટ્વીટમાં લખ્યું છે કે હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ-એચઆઈએફ, રિલેશનશીપની સાથે પણ, રિલેશનશીપ પછી પણ. 


PM Modi એ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના ઉજાગર કરતા ગીતનો Video શેર કર્યો


ચૂંટણી ટાણે CM ગેહલોતના એક માસ્ટર સ્ટ્રોકે બાજી પલટી નાખી? ભાજપ કેવી રીતે કાઢશે તોડ


શનિ દેવ આજે બનાવી રહ્યા છે ખુબ જ શક્તિશાળી યોગ, આ રાશિવાળા ધનમાં આળોટશે, માલામાલ થશે


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube