PM Modi Shares Kesariya Song: પીએમ મોદીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના ઉજાગર કરતા ગીતનો Video શેર કર્યો, કહ્યું- શાનદાર

PM Narendra Modi Shares Kesaria Song Video: કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા...આ ગીત આમ તો ફિલ્મ બ્રહ્માસ્ત્રનું છે. ખુબ લોકપ્રિય છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ પસંદ પણ પડ્યું છે. પરંતુ હાલ આ ગીત એક અનોખા કારણસર ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે સિંગર સ્નેહદીપ સિંહે આ ગીતને પાંચ ભાષાઓમાં ગાયું છે અને તેને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. 

PM Modi Shares Kesariya Song: પીએમ મોદીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના ઉજાગર કરતા ગીતનો Video શેર કર્યો, કહ્યું- શાનદાર

PM Narendra Modi Shares Kesaria Song Video: કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા...આ ગીત આમ તો ફિલ્મ બ્રહ્માસ્ત્રનું છે. ખુબ લોકપ્રિય છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ પસંદ પણ પડ્યું છે. પરંતુ હાલ આ ગીત એક અનોખા કારણસર ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે સિંગર સ્નેહદીપ સિંહે આ ગીતને પાંચ ભાષાઓમાં ગાયું છે અને તેને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતને પીએમ મોદીના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યું છે. 

પીએમ મોદીએ સ્નેહદીપ સિંહ દ્વારા પાંચ ભારતીય ભાષાઓમાં ગવાયેલા આ કેસરિયા ગીત વિશે લખ્યું છે કે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવાની એક મહાન અભિવ્યક્તિ છે. 

આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલયએ ટ્વીટ સંદેશમાં લખ્યું છે કે 'પ્રતિભાશાળી સ્નેહદીપ સિંહ કલસી દ્વારા પ્રસ્તુત આ અદભૂત ગીયનને મે જોયું છે. માધુર્ય ઉપરાંત આ એક ભારત શ્રેષ્ઠ  ભારતની ભાવનાની એક મહાન અભિવ્યક્તિ છે. અતિ ઉત્તમ!'

— Narendra Modi (@narendramodi) March 17, 2023

શું છે આ વીડિયોમાં
વાત જાણે એમ છે કે સ્નેહદીપ સિંહે આ વાયરલ વીડિયોમાં કેસરિયા તેરા રંગ હૈ પિયા...ગીત ગાયું છે. આ ગીતને તેમણે 5 અલગ અલગ ભાષાઓમાં મલિયાલમ, તેલુગુ, કન્નડ, તમિલ અને હિન્દીમાં ગાયું છે. જેને લઈને સોશિયલ મીડિયામાં સ્નેહદીપના ખુબ વખાણ થાય છે. પીએમ મોદીના આ ટ્વીટ પર લોકોએ રિએક્શન આપતા સ્નેહદીપની પ્રશંસામાં લખ્યું છે કે આ ગીત મિલે સુર મેરા તુમારા જેવું લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news