પુણે: પુણેના ઔંધ તહસીલના કેડગાંવની એક પુત્રીએ કઈંક એવું કરીને બતાવ્યું કે જેને જોઈને તમને પહેલી નજરે એવું લાગશે કે આ કોઈ ફિલ્મનો સીન છે. ખેડૂતની આ પુત્રીનું સપનું હતું કે તે બુલેટ પર સવાર થઈને પોતાના લગ્ન મંડપ પર પહોંચે. પુત્રીના પિતાએ પુત્રીનું આ સપનું સાચું કરીને બતાવ્યું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વીડિયો જોવા માટે કરો ક્લિક- દબંગ અંદાજમાં બુલેટ પર સવાર થઈને લગ્ન મંડપ પહોંચી દુલ્હન


મળતી માહિતી મુજબ આ દુલ્હન અનેક કિલોમીટર સુધી બુલેટ પર સવાર થઈને લગ્ન મંડપમાં પહોંચી હતી. તેની પાછળ પાછળ ફૂલોથી સજાવેલી ગાડી જઈ રહી હતી. જેમાં દુલ્હા અને તેના પરિજનો સવાર હતાં. કાળા ચશ્મા ચડાવીને દુલ્હન જાનની આગળ જઈ રહી હતી. 



આ રીતે બાઈક પર જતા જોઈને અનેક લોકોએ દુલ્હનની પ્રશંસા પણ કરી અને કહ્યું કે આમ કરીને તેણે પુત્રીને ચૂપચાપ પરણાવી દેવાની માન્યતા પણ તોડી છે. 



દુલ્હનના પરિવારનું કહેવું છે કે તેઓ સમાજને સંદેશો આપવા માંગે છે કે છોકરીઓ પણ છોકરાથી જરાય ઉતરતી નથી. દુલ્હનના પિતા ખેડૂત છે. તેમનું કહેવું છે કે તેમની પુત્રીએ બુલેટથી જાન લઈને જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.