નવી દિલ્હી : બિહારમાં મુશળધાર વરસાદનાં કારણે પુર જેવી સ્થિતી પેદા થઇ ગઇ છે. પૂર્વી વિસ્તારોમાં અનેક નદીઓ ખતરાનાં નિશાનથી ઉપર વહી રહ્યા છે. બિહારનાં ફારબિસગંજનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લગ્ન બાદ એક દુલ્હનને ડ્રામની નાવ પર બેસાડીને વિદાય કરવામાં આવી રહ્યા છે. 


હિમાચલના સોલનમાં ગેસ્ટહાઉસ ધરાશાયી, સેનાના 35 જવાનો દબાયાની આશંકા
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પ્લાસ્ટિકનાં ડ્રમથી બનેલી એક નાવમાં દુલ્હો અને દુલ્હન બેઠેલા છે, જ્યારે કેટલાક લોકો અડધા પાણીમાં ડુબેલા તેમની સાથે ચાલી રહ્યા છે. આ પ્રકારે અસમનાં નવગાંવ જિલ્લામાં પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બ્રહ્મપુત્ર નદીમાં આવેલા પુરના કારણે આખો રસ્તો વહી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80% મુદ્દાઓ પર સહમતિ થઈ, કરતારપુર કોરિડોર પર ભારત સાથે વધુ એક બેઠક કરીશું: પાકિસ્તાન
ચિંતા વધારનારા સમાચાર: ભારત નહી રહે યુવાનોનો દેશ, વધી જશે વૃદ્ધોની સંખ્યા
બિહારના દરેક હિસ્સામાં પ્રચંડ વરસાદનો કેર વર્તાઇ રહ્યો છે. મુશળધાર વરસાદે બિહારનાં મોટા ભાગના શહેરોને દરિયા બનાવી દીધા છે. ભારે વરસાદનાં કારણે બિહારમાં વહેતી નદીઓમાં પાણી ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે પુરનો ખતરો પેદા થઇ ચુક્યો છે. સતત વરસાદનાં કારણે નેપાળથી નિકળતી નદીઓ બેકાંઠે વહી રહી છે. 


પંજાબ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, નવજોત સિંહ સિદ્ધુએ સરકારમાંથી આપ્યું રાજીનામું
જેના કારણે કોસી ક્ષેત્રમાં ખતરો વધી ગયો છે. બીજી તરફ ગંગા સહિત બીજી નદીઓમાં વધેલું પાણી ખતરાની ઘંટી વગાડી રહ્યું છે. મધુબની- ઝાંઝપુરની નજીક કમલા નદીનો બંધ ટુટી ગયો છે, જેના સેંકડો લોકો ગામમાં ફસાઇ ચુક્યા છે. કિશનગંજ અને નેપાળનાં તરાઇ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસી રહેલા વરસાદનાં કારણે તમામ નદીઓ ગાંડીતુર બની છે. શિવહરમાં જિલ્લાધિકારી (DM) અને પોલીસ ્ધીક્ષક (એસપી) ના ઘરમાં પણ પાણી ઘુસી ચુક્યું છે.